કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ

નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા રસ્તાઓનું સમારકામ અને જંગલ કટિંગ હાથ ધરાયું

નવસારી: રવિવાર :ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તકના વિવિધ રસ્તાઓને થયેલા નુકસાનને પગલે રસ્તાઓની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે અને માર્ગ વ્યવહાર વધુ સુગમ બને તે હેતુથી વિભાગ દ્વારા નુકસાન પામેલા રસ્તાઓનું સમારકામ પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવી રહ્યું છે.

નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર શ્રી મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં વિભાગ હસ્તકના રસ્તાઓ પર મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે સણવલ્લા, રાનવેરી, ટાંકલ અને કરંજવેરી સહિતના માર્ગો પર જ્યાં-જ્યાં રસ્તાઓને નુકસાન થયું છે, ત્યાં સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં રસ્તાઓના રિપેરિંગની કામગીરી મોટાભાગે પૂર્ણ કરી દેવામાં આવી છે.

રસ્તાઓની મરામતની સાથે માર્ગોની આસપાસ સ્વચ્છતા અને વાહનચાલકોને સ્પષ્ટ દૃશ્યતા મળી રહે તે માટે ગેરુ-ચૂનાની કામગીરી તેમજ રસ્તાની બાજુમાં ઊગી નીકળેલી વનસ્પતિ અને ઝાડી-ઝાંખર દૂર કરવા જંગલ કટિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

આમ, ચોમાસા દરમિયાન ભારે વરસાદથી રસ્તાઓને થયેલા નુકસાનને દૂર કરવા અને માર્ગ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.