આગામી ૩૧ જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અપીલ નવસારીના વાંસદામાં આંગડિયા પેઢીમાં ધોળા દિવસે ₹12.50 લાખની લૂંટ! નવસારીમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ – વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ નવસારીમાં લોકાર્પણ પહેલાં જ 4 કરોડનો સિન્થેટિક ટ્રેક જમીનમાં બેસી ગયો નવસારી જિલ્લાના કારખાના-ફેકટરીના કર્મચારી-મજુરો તથા પોતાના મકાન/ દુકાન/ ઓફિસ ઓદ્યોગિક એકમ ભાડે આપેલાની વિગત પોલીસને આપવી નવસારી ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીરી: ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ. 1.83 લાખના ચોરાયેલા અને ગુમ થયેલા 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

જિલ્લા માર્ગ સલામતી સમીક્ષા બેઠક યોજાઈ: હાઈવે પર બ્લેક સ્પોટ ચેકિંગ, સ્ટ્રીટ લાઈટ્સ અને રોડ માર્કિંગ જેવી સુવિધાઓ તાકીદે પૂર્ણ કરવા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીના આદેશ

માર્ગ અકસ્માતોના આંકડાઓની ગંભીર સમીક્ષા: રાહદારીઓની સુરક્ષા માટે પેડેસ્ટ્રિયન ગાર્ડ રેલ અને કેટ-આઈ લગાવવા પર ભાર હાઈવે પર રિફ્લેક્ટર, રોડ માર્કિંગ અને રિસરફેસિંગની કામગીરી સમયસર પૂર્ણ કરવા સંબંધિત વિભાગોને તાકીદ

આજ રોજ નવસારી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને માસિક જિલ્લા માર્ગ સલામતી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી રાહુલ પટેલ તેમજ માર્ગ સલામતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલા વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને નાગરિકોની સદંતર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મજબૂત આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકની શરૂઆતમાં કલેક્ટર શ્રી દ્વારા જિલ્લામાં બનેલા જીવલેણ અને ગંભીર માર્ગ અકસ્માતોના આંકડાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. અકસ્માત પ્રવણ વિસ્તારોમાં માનવ જિંદગી બચાવવા માટે કલેક્ટર શ્રીએ નેશનલ અને સ્ટેટ હાઈવે પર આવેલા તમામ ‘બ્લેક સ્પોટ’નું સઘન ચેકિંગ કરવા અને ત્યાં ખૂટતી સુવિધાઓ તાકીદે પૂર્ણ કરવા વહીવટી તંત્રને આદેશ આપ્યા હતા. ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતો અટકાવવા માટે હાઈવે અને મુખ્ય માર્ગો પર બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો તાત્કાલિક ચાલુ કરવા અને જ્યાં જરૂર હોય ત્યાં નવી લાઈટો નાખવા તાકીદ કરાઈ હતી.

વાહનચાલકો અને રાહદારીઓની સલામતી માટે આંતરમાળખાકીય સુધારાઓ પર ચર્ચા કરતા કલેક્ટર શ્રીએ જણાવ્યું કે, હાઈવે પર વળાંકો અને જોખમી સ્થળોએ રિફ્લેક્ટર તેમજ કેટ-આઈ લગાવવાની કામગીરી સત્વરે પૂરી કરવામાં આવે. આ ઉપરાંત, રસ્તાઓ પર પ્રોપર વિઝિબિલિટી મળી રહે તે માટે રોડ માર્કિંગ કરવા તેમજ બિસ્માર બનેલા રસ્તાઓનું તાત્કાલિક રિસરફેસિંગ કરવા માર્ગ અને મકાન વિભાગ તથા નેશનલ હાઈવે ઓથોરિટીને સૂચના આપવામાં આવી હતી.

શહેરી અને હાઈવેના પદયાત્રીઓ સુરક્ષિત રીતે અવરજવર કરી શકે તે માટે જરૂરિયાત મુજબ પેડેસ્ટ્રિયન ગાર્ડ રેલ ઈન્સ્ટોલ કરવા પર પણ બેઠકમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીએ તમામ અધિકારીઓને સંયુક્ત રીતે સ્થળ મુલાકાત લઈ આ તમામ સુરક્ષાત્મક પગલાંઓનો ચુસ્ત અમલ કરવા જણાવ્યું હતું.

Leave a Comment

और पढ़ें