આગામી ૩૧ જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અપીલ નવસારીના વાંસદામાં આંગડિયા પેઢીમાં ધોળા દિવસે ₹12.50 લાખની લૂંટ! નવસારીમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ – વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ નવસારીમાં લોકાર્પણ પહેલાં જ 4 કરોડનો સિન્થેટિક ટ્રેક જમીનમાં બેસી ગયો નવસારી જિલ્લાના કારખાના-ફેકટરીના કર્મચારી-મજુરો તથા પોતાના મકાન/ દુકાન/ ઓફિસ ઓદ્યોગિક એકમ ભાડે આપેલાની વિગત પોલીસને આપવી નવસારી ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીરી: ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ. 1.83 લાખના ચોરાયેલા અને ગુમ થયેલા 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

નવસારીમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ – વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ

નવસારી, ૭ જુલાઈ ૨૦૨૬ નવસારી જિલ્લા તથા નવસારી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસી રહેલા ભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટ અને શહેરના વિવિધ વિસ્તારોમાં સર્જાયેલી પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આપત્તિને પહોંચી વળવા માટે વિવિધ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે, જિલ્લા કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, ડીડીઓશ્રી અને એસપીશ્રી દ્વારા નવસારી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે એક વિશેષ ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શહેર અને જિલ્લાની વર્તમાન પરિસ્થિતિની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી અને ડીડીઓશ્રી દ્વારા નવસારી શહેરના ટ્રાફિક કંટ્રોલ રૂમ ખાતેથી સીસીટીવી (CCTV) કેમેરા મારફતે સમગ્ર શહેરની પરિસ્થિતિનું બારીકાઈથી રિવ્યુ કરવામાં આવ્યું હતું. વધુમાં, કમિશનરશ્રી દ્વારા નવસારી મહાનગરપાલિકા (NMC) કંટ્રોલ રૂમ ખાતેથી પણ શહેરમાં પૂરની સ્થિતિ અને જળભરાવ અંગે સતત નજર રાખવામાં આવી રહી છે.

પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને તાત્કાલિક ધોરણે મદદ પહોંચાડવા માટે તંત્ર દ્વારા અન્ન અને આશ્રયની વ્યવસ્થા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. માનનીય કલેક્ટરશ્રી અને અન્ય અધિકારીઓ દ્વારા રામજી મંદિર ખાતે તૈયાર કરવામાં આવેલા ૪૦૦૦ જેટલા ફૂડ પેકેટ્સ બાબતનું રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સત્વરે રાહત મળે તે હેતુથી આ ૪૦૦૦ ફૂડ પેકેટ્સનું શહેરના વિવિધ વિસ્તારોમાં યુદ્ધના ધોરણે ડિસ્ટ્રીબ્યુશન (વિતરણ) પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

નીચાણવાળા અને પૂરની વધુ અસર વાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની કામગીરી તંત્ર દ્વારા પૂર્ણ જોશમાં ચાલી રહી છે. કલેક્ટરશ્રી, કમિશનરશ્રી તથા ડીડીઓશ્રી દ્વારા નવસારી શહેરમાં સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરાયેલા લોકોના આશ્રય સ્થાનોની રૂબરૂ વિઝિટ કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ આશ્રય સ્થાનોમાં ઉપલબ્ધ સુવિધાઓની ચકાસણી કરી હતી અને ત્યાં આશરો લઈ રહેલા પરિવારોને ફૂડ પેકેટ્સ, પીવાનું શુદ્ધ પાણી અને અન્ય તમામ જરૂરી પ્રાથમિક સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવા માટે સંબંધિત કર્મચારીઓને કડક સૂચનાઓ આપી હતી.

નવસારી જિલ્લા વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યું છે. તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ સાવચેત રહે, અફવાઓ પર ધ્યાન ન આપે અને સલામત સ્થળે જ રહે. કોઈપણ કટોકટીના સમયે વહીવટી તંત્ર અને કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે.

જિલ્લા વહીવટી તંત્ર,

Leave a Comment

और पढ़ें