આગામી ૩૧ જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અપીલ નવસારીના વાંસદામાં આંગડિયા પેઢીમાં ધોળા દિવસે ₹12.50 લાખની લૂંટ! નવસારીમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ – વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ નવસારીમાં લોકાર્પણ પહેલાં જ 4 કરોડનો સિન્થેટિક ટ્રેક જમીનમાં બેસી ગયો નવસારી જિલ્લાના કારખાના-ફેકટરીના કર્મચારી-મજુરો તથા પોતાના મકાન/ દુકાન/ ઓફિસ ઓદ્યોગિક એકમ ભાડે આપેલાની વિગત પોલીસને આપવી નવસારી ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીરી: ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ. 1.83 લાખના ચોરાયેલા અને ગુમ થયેલા 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

નવસારી સાયબર ક્રાઇમ પોલીસની મોટી સફળતા: ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ અંતર્ગત ₹91.54 કરોડનું સાયબર ફ્રોડ નેટવર્ક ઝડપાયું, બે આરોપીઓની ધરપકડ

નવસારી સાયબર ક્રાઇમ પોલીસ મથકે સંયુક્ત રીતે ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ અંતર્ગત એક બહુ મોટા આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન દરમિયાન પોલીસ ટીમે મ્યુલ બેંક અકાઉન્ટ્સ (બીજાના નામે ખોલાવેલા ખાતા) નો ઉપયોગ કરીને છેતરપિંડી આચરતા બે રીઢા ગુનેગારોને દબોચી લીધા છે. પ્રાથમિક તપાસમાં દેશભરમાં આ ખાતાઓ સાથે જોડાયેલી આશરે ₹91,54,61,996 (એકાણું કરોડ ચોપ્પન લાખથી વધુ) ની 110 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.

નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ. એલ. મોદી અને તેમની ટીમના અ.હે.કો. કિરણસિંહ વિજયસિંહને એક ચોક્કસ  બાતમી મળી હતી કે જલાલપોરના એરૂ ચાર રસ્તા પાસે આવેલા ‘મારૂતી પેલેસ’ એપાર્ટમેન્ટમાં રહેતો એક ઇસમ સામાન્ય લોકોને કમિશનની લાલચ આપી બેંક ખાતાઓ ખોલાવે છે અને તેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરે છે.બાતમીના આધારે પોલીસે ફ્લેટ નંબર B-406 માં તાત્કાલિક રેડ પાડીને ઘટનાસ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. લખવવિંદર  શરવન સિંહ (ઉં.વ. 33) – રહે. મારૂતી પેલેસ, એરૂ ચાર રસ્તા, જલાલપોર, નવસારી.આદિત્ય ઉર્ફે બંટી અક્ષયભાઇ પટેલ (ઉં.વ. 28) – રહે. મારૂતી પેલેસ, એરૂ ચાર રસ્તા, જલાલપોર, નવસારી.પોલીસે આરોપીઓના રહેણાંક મકાનમાંથી ડિજિટલ પુરાવા સહિત વિપુલ પ્રમાણમાં શંકાસ્પદ દસ્તાવેજો અને સાધન-સામગ્રી જપ્ત કરી છે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ: 43 નંગ બેંક પાસબુક અને ચેકબુક: 7 પાસબુક અને 13 ચેકબુક (અન્ય 4 અલગ ચેક) મોબાઇલ ફોન અને સીમકાર્ડ: 3 મોબાઇલ અને 7 સીમકાર્ડ સરકારી ઓળખપત્રો: 23 આધાર કાર્ડ, 11 પાન કાર્ડ અને 3 ચૂંટણી કાર્ડ 2 રબર સ્ટેમ્પ, 6 ડ્રાઇવિંગ લાયસન્સ/RC બુક અને 70 પાસપોર્ટ સાઇઝના ફોટા ચોંકાવનારી બાબત એ છે કે મુખ્ય આરોપી લખવિંદર સિંહ પાસેથી અલગ-અલગ નામે બનાવેલા 4 આધાર કાર્ડ અને 4 પાન કાર્ડ મળી આવ્યા છે, જે અંગે પોલીસ અત્યારે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે

આ સાયબર ઠગોની મોડસ ઓપરેન્ડી ખૂબ જ શાતિર હતી. તેઓ ભોળા લોકોને પૈસાની લાલચ આપી તેમના નામે મ્યુલ બેંક એકાઉન્ટ્સ મેળવતા હતા. સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં આ ખાતાઓમાં ડિપોઝિટ કરાવવામાં આવતા. ત્યારબાદ તે નાણાં ઉપાડીને, પોતાનું કમિશન કાપી લીધા પછી, બાકીની રકમને USDT (Tether Cryptocurrency) માં કન્વર્ટ કરી દેતા અને ક્રિપ્ટો વોલેટ દ્વારા પોતાના સાગરીતો સુધી પહોંચાડતા હતા. આ આખું નેટવર્ક દેશના અલગ-અલગ રાજ્યોમાં ફેલાયેલું છે અને નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર આ ખાતાઓ વિરુદ્ધ ગુના નોંધાયેલા છે.

આ સમગ્ર ઓપરેશન નવસારી પોલીસ અધિક્ષક (SP) રાહુલ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 ની વિવિધ કલમો (જેવી કે 317, 318, 319, 336, 61 વગેરે) તથા આઇ.ટી. એક્ટની કલમ 66(સી) અને 66(ડી) મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ સફળ ઓપરેશન કરનારી ટીમમાં PI યુ.એલ.મોદી, હે.કો. કિરણસિંહ, ક્રિષ્નાકુમાર, તેમજ સાયબર એક્સપર્ટ્સ ધ્રુવ નાયક, સિસ્મિત પટેલ અને ફ્રેમિન પટેલ સહિતના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી છે.

Leave a Comment

और पढ़ें