રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી આગામી તા. 21 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે; રાષ્ટ્રપતિશ્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં હાજરી આપવાની સાથે સાથે રાજ્યના અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં પણ ભાગ લેશે…
આગામી તા. 22 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહની અધ્યક્ષતા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી કરશે; આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે, ઉપરાંત ભારતીય ફિલ્મ જગતના નામાંકિત કલાકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ અને ટેકનિશિયનો સહિત વિવિધ કલા-કસબીઓ આ સમારોહમાં સહભાગી થશે…
ઇતિહાસમાં પ્રથમવાર રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડનું આયોજન દિલ્હી બહાર ગુજરાતમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે થશે: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી










