કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

પોષણ માસ-૨૦૨૬ના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

પોષણ માસ-૨૦૨૬ના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ


“મારી આંગણવાડી : મારી જવાબદારી” મુખ્ય થીમ સાથે પોષણ માસની ઉજવણી:
નવસારી : ગુરુવાર : તા. ૦૯ સપ્ટેમ્બરથી તા. ૦૮ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં પોષણ માસ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના સુચારૂ આયોજન અને અસરકારક અમલીકરણના ભાગરૂપે નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ પોષણ માસ અંતર્ગત જિલ્લામાં યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓનું સુચારૂ આયોજન થાય તેમજ સરકારની પોષણલક્ષી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી અસરકારક રીતે પહોંચે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
પોષણ માસ દરમિયાન “મારી આંગણવાડી : મારી જવાબદારી” મુખ્ય થીમ હેઠળ આંગણવાડી કેન્દ્રો મારફતે બાળકો, સગર્ભા મહિલાઓ તથા ધાત્રી માતાઓમાં પોષણ અંગે જાગૃતિ વધારવા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત પોષણના મહત્વ અંગે વ્યાપક લોકજાગૃતિ ફેલાવવા માટે વિવિધ વિભાગો દ્વારા સંકલિત કામગીરી હાથ ધરવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોને પોષણ માસની પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ જનભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ પોષણ સંબંધી સંદેશાઓને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. પોષણના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ કેળવવા માટે આંગણવાડી કાર્યકરો, આરોગ્ય વિભાગ સહિતના સંબંધિત કર્મચારીઓની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવી, તમામ વિભાગો પરસ્પર સંકલન સાથે કામગીરી કરે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર સહિત જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.