કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી ગ્રામ્યનો તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી ગ્રામ્યનો તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો


નેશનલ હાઈવે-૪૮ સહિત વિવિધ વિભાગોના કુલ ૦૯ પ્રશ્નો રજૂ થયા
તમામ પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે સૂચના
તાલુકા સ્વાગતમાં રજુ થતા પ્રશ્નોનો ગંભીરતાપૂર્વક અભ્યાસ કરી સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ

લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજરોજ નવસારી ગ્રામ્યનો તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.


આ કાર્યક્રમમાં તાલુકાના અરજદારો દ્વારા વિવિધ સરકારી વિભાગોને લગતા પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરવામાં આવી હતી.
તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારો દ્વારા નેશનલ હાઈવે નં. ૪૮, ડ્રેનેજ વિભાગ, માર્ગ અને મકાન પેટા વિભાગ, ડિજિવીસીએલ, પાણી પુરવઠા સહિતના વિવિધ વિભાગોને લગતા કુલ ૦૯ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ અરજદારોની રજુઆતો તથા પ્રશ્નોને વિગતવાર સાંભળી સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી. રજુ થયેલા તમામ પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.


આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજુ થતા અરજદારોના પ્રશ્નોને સંબંધિત અધિકારીઓએ ગંભીરતાપૂર્વક લઈને તેના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવાની સુચના આપી હતી. જે પ્રશ્નો જિલ્લા કક્ષાના હોય તેવા પ્રશ્નોને સંબંધિત જિલ્લા કક્ષાના અધિકારીઓના ધ્યાને લાવી સંકલનપૂર્વક અને સમયસર નિકાલ કરવાની તાકીદ કરી હતી.


કલેક્ટરશ્રીએ અધિકારીઓને અરજદારોની રજૂઆતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ રાખી, પ્રશ્નોના નિકાલમાં કોઈ વિલંબ ન થાય તે માટેની કાર્યવાહી કરાવા જણાવ્યું હતું.
બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીમતી નેહાબેન સવાણી,મામલતદાર શ્રી આર. બી. જાદવ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.