કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

નવસારી જિલ્લામાં ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ માંઝા સહિતની પ્રતિબંધિત સાધનસામગ્રીના ઉત્પાદન-વેચાણ-સંગ્રહ પર પ્રતિબંધ

નવસારી જિલ્લામાં ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ માંઝા સહિતની પ્રતિબંધિત સાધનસામગ્રીના ઉત્પાદન-વેચાણ-સંગ્રહ પર પ્રતિબંધ
દિવાળી અને ઉત્તરાયણના તહેવારોને ધ્યાને લઈ નવસારી જિલ્લામાં પ્રતિબંધિત સાધનસામગ્રી અંગે જાહેરનામું આગામી દિવાળી તથા ઉત્તરાયણના તહેવારો દરમિયાન વ્યક્તિ , પશુ-પક્ષીઓના જીવનને નુકસાન તથા જાનનું જોખમ ન સર્જાય તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જે. એન. લિખિયાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ નવસારી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રતિબંધિત સાધનસામગ્રી અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.
જે અન્વયે તાત્કાલિક અસરથી આગામી તા.૦૧/૧૨/૨૦૨૬ સુધી ચાઈનીઝ માંઝા, ગ્લાસ કોટેડ દોરી, સિન્થેટિક/પ્લાસ્ટિક દોરી, નાયલોન દોરી તેમજ ચાઈનીઝ તુક્કલ, લેન્ટર્ન અને સ્કાય લેન્ટર્નનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત જાહેર માર્ગો, ફૂટપાથ કે જોખમી ધાબા પરથી પતંગ ઉડાડવા, જાહેર જનતાને ત્રાસ થાય તે રીતે મોટા અવાજે લાઉડસ્પીકર વગાડવા, ઉશ્કેરણીજનક લખાણવાળી પતંગ ઉડાડવા તથા કપાયેલા પતંગ-દોરી મેળવવા જોખમી રીતે રસ્તાઓ પર દોડાદોડી કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.