ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય: હાઈકોર્ટના ચુકાદાઓ માટે નવી ટાઇમ-બાઉન્ડ SOP જાહેર…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાઓના સમયબદ્ધ પાલન અંગે વહીવટી વ્યવસ્થાને વધુ સ્પષ્ટ અને જવાબદાર બનાવવાની દિશામાં મહત્ત્વનું પગલું ભરતા રાજ્યના તમામ વહીવટી વિભાગો માટે Standard Operating Procedure (SOP) નક્કી કરી છે, જેના હેઠળ અદાલતનો નિર્ણય મળ્યા બાદ વિભાગોએ નિયત પ્રક્રિયા અને સમયમર્યાદા મુજબ કાર્યવાહી કરવાની રહેશે…
🔶 ન્યાયિક વિલંબ અને કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની સ્થિતિ અટકાવવા કડક માર્ગદર્શિકા
🔶 ચુકાદો સ્વીકારવો કે અપીલ કરવી; સમયસર નિર્ણય લેવો અનિવાર્ય
🔶 દસ્તાવેજો માટે ‘ઈ-સરકાર’ સિસ્ટમનો ઉપયોગ અને વિલંબ કરનાર સામે જવાબદારી નક્કી
🔶 વિશેષ કિસ્સામાં કોર્ટ પાસે સમયવધારા માટે નિયત સમય મર્યાદામાં જ અરજી કરવાની રહેશે










