કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

નવસારી મહાનગરપાલિકા ખાતે કોન્ટ્રાક્ટ કર્મચારીઓના હડતાલના પગલે લઘુત્તમ વેતન અને કાયદાકીય લાભોની સમીક્ષા બેઠક યોજાઈ

નવસારી મહાનગરપાલિકા ખાતે કોન્ટ્રાક્ટ કર્મચારીઓના હડતાલના પગલે લઘુત્તમ વેતન અને કાયદાકીય લાભોની સમીક્ષા બેઠક યોજાઈ

નવસારી મહાનગરપાલિકાના વિવિધ વિભાગો જેવા કે વોટર વર્ક્સ, ડ્રેનેજ અને મેઇન્ટેનન્સ સહિતના વિભાગોમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર લઘુત્તમ વેતન તથા અન્ય કાયદાકીય લાભો સમયસર અને નિયમોનુસાર મળી રહે તે સુનિશ્ચિત કરવાના હેતુથી મહાનગરપાલિકા ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં માનનીય મેયરશ્રી અશોકભાઈ ધોરાજિયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય (IAS), સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી મુકેશ અગ્રવાલ, વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના પ્રવર્તમાન પરિપત્રો તથા માર્ગદર્શિકાઓ અનુસાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓના વેતનધોરણ, કર્મચારીઓનું વર્ગીકરણ, લઘુત્તમ વેતનના દરો અને અન્ય કાયદાકીય જોગવાઈઓના પાલન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
ખાસ કરીને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કુશળ, અર્ધકુશળ અને બિનકુશળ વર્ગોમાં વર્ગીકૃત કરીને લાગુ પડતા લઘુત્તમ વેતનના દરો અનુસાર ચૂકવણી થાય છે કે નહીં તેની ચકાસણી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત કર્મચારીઓને લાગુ પડતા પ્રોવિડન્ટ ફંડ (EPF), કર્મચારી રાજ્ય વીમા (ESIC), પ્રોફેશનલ ટેક્સ તથા અન્ય કાયદાકીય લાભોનું નિયમોનુસાર પાલન થાય તે અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીઓને સરકારના પ્રવર્તમાન નિયમો, નિર્ધારિત વેતનધોરણો અને કરારની શરતોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે. કર્મચારીઓને તેમના હક મુજબના લાભો ન મળતા હોવાની કોઈ ફરિયાદ હોય તો તેની યોગ્ય ચકાસણી કરીને જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત, તારીખ 12 ઑક્ટોબર, 2026ના રોજ કર્મચારીઓના હડતાળના પગલે નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠાની કામગીરી પ્રભાવિત થઈ હતી. નાગરિકોને પડેલી અસુવિધાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પાણી પુરવઠાની વ્યવસ્થા સુચારુ બનાવવા જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા કર્મચારીઓને લાગુ પડતા કાયદાકીય લાભો મળી રહે, વેતન ચૂકવણીની પ્રક્રિયામાં નિયમિતતા અને પારદર્શિતા જળવાય તથા કોન્ટ્રાક્ટ એજન્સીઓ દ્વારા સરકારી નિયમોનું પાલન થાય તે હેતુથી આ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
નવસારી મહાનગરપાલિકા સ્પષ્ટ કરે છે કે મહાનગરપાલિકા દ્વારા તેના કર્મચારીઓને ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નિર્ધારિત પ્રવર્તમાન લઘુત્તમ વેતનના દરો અનુસાર જ વેતન ચૂકવવામાં આવે છે.
કર્મચારીઓના કાયદેસરના હકોનું રક્ષણ, વેતન ચૂકવણીમાં પારદર્શિતા અને લાગુ પડતા શ્રમ કાયદાઓનું પાલન સુનિશ્ચિત કરવા મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે.
આવશ્યક સેવાઓ ચાલુ રાખવા અંગે મહાનગરપાલિકાની સ્પષ્ટતા
નવસારી શહેરના નાગરિકોને પાણી પુરવઠો, ડ્રેનેજ સહિતની આવશ્યક નાગરિક સેવાઓમાં કોઈ વિક્ષેપ ન પડે તે મહાનગરપાલિકાની પ્રાથમિકતા છે. તેથી, હડતાળમાં જોડાયેલા કર્મચારીઓને તાત્કાલિક પોતાની ફરજ પર હાજર થઈ કામગીરી પુનઃ શરૂ કરવા અપીલ કરવામાં આવે છે. જો કર્મચારીઓ ફરજ પર પરત નહીં ફરે અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપ ચાલુ રાખશે, તો સંબંધિત કર્મચારીઓ સામે પ્રવર્તમાન કાયદા, નિયમો તથા લાગુ પડતી કરારની શરતો અનુસાર કડક વહીવટી અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને આવશ્યક સેવાઓથી વંચિત રાખવાની બાબતને મહાનગરપાલિકા ગંભીરતાથી લેશે.

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.