કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા


સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ (IPS) દ્વારા જિલ્લામાં નાર્કોટિક્સ અને એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળના ગુનાઓ શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એસ. પટેલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.જી. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ખાનગી બાતમીદારો મારફતે સઘન વોચમાં હતો.
તા.૧૪/૧૦/૨૦૨૬ના રોજ નવસારી SOG ટીમના હેડ કોન્સ્ટેબલ ભક્તેશભાઈ નિવૃત્તીભાઈ અને હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ રઘુભાઈને સચોટ ખાનગી બાતમી મળી હતી કે:
સફેદ રંગની ‘ગુજરાત ટ્રાવેલ્સ’ની બસ (રજીસ્ટ્રેશન નંબર: AR-11-E-0022) માં ઓડિશાના બે શખ્સો અલગ-અલગ બેગમાં ગેરકાયદેસર ગાંજો ભરીને મુસાફરી કરી રહ્યા છે, અને આ બસ નવસારી નેશનલ હાઇવે-૪૮ થઈને અમદાવાદ તરફ જઈ રહી છે.
બાતમી મળતાં જ પોલીસ કાફલો સીસોદ્રા ઓવરબ્રિજ પાસે, કટારીયા શોરૂમની સામે ગોઠવાઈ ગયો હતો. શંકાસ્પદ બસ આવતાં જ તેને રોકી તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન બે શખ્સો શંકાસ્પદ બેગ સાથે ઝડપાઈ ગયા હતા. બેગની ચકાસણી કરતાં તેમાંથી ૧૭ કિલો ૧૮૭ ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો.
૧. ચંદન કાલુ જેના (ઉંમર: ૨૦ વર્ષ, રહે. હરીચીરાગામ, તાલુકો: શેરગડા, જિલ્લો: ગંજામ, ઓડિશા)
૨. શંકર બિજય જેના (ઉંમર: ૨૩ વર્ષ, રહે. કરંગસાહી, ગામ: કોધાલા, તાલુકો: કોધાલા, જિલ્લો: ગંજામ, ઓડિશા)
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અન્ય ત્રણ આરોપીઓના નામ સામે આવ્યા છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે:
​જીબન (રહે. જંગલ વિસ્તાર, જિલ્લો: ફુલવાણી, ઓડિશા) – માલ સપ્લાય કરનાર
​શરન (રહે. ગોરાદયપુર ગામ, પીરીગીયા)
​અજાણ્યો શખ્સ (સુરતના ગણેશ પેટ્રોલ પંપ પાસે માલ લેવા આવનાર)
વનસ્પતિજન્ય ગાંજો: વજન ૧૭.૧૮૭ કિલોગ્રામ (કિંમત ₹૮,૫૯,૩૫૦/-)
મોબાઇલ ફોન: Realme 16-T 5G (કિંમત ₹૩૨,૦૦૦/-)
બેગ નંગ-૨: કિંમત ₹૪૦૦/-
મોબાઇલ ચાર્જર નંગ-૧: કિંમત ₹૧૦૦/-
રોકડ રકમ: જુદા જુદા દરની ચલણી નોટો મળી કુલ ₹૧૨૦/-
કુલ જપ્ત મુદ્દામાલ: રૂપિયા ૮,૯૧,૯૭૦/-
આ સફળ ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલ, પીએસઆઈ આર.જી. વસાવા સહિત એ.એસ.આઈ. નઈમખાન, એ.એસ.આઈ. રાજેન્દ્રભાઈ, એ.એસ.આઈ. દિનેશભાઈ, એ.એસ.આઈ. મો. ફેસલ, હેડ કોન્સ્ટેબલ ભક્તેશભાઈ, હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ધીરજભાઈ, પ્રદિપભાઈ, રાહુલભાઈ, પ્રશાંતકુમાર તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ વિંકલબેન જોડાયા હતા.
સમગ્ર મામલે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ નેટવર્કના અન્ય તાર ક્યાં જોડાયેલા છે તેની તપાસ તેજ કરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.