કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી

નવસારી શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષા અને જાહેર માર્ગો પર વાહનવ્યવસ્થા સુચારુ જળવાઈ રહે તે હેતુથી આજ રોજ કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના આયોજન અને નિરીક્ષણ અર્થે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.
આ સ્થળ મુલાકાત દરમિયાન નવસારીના મેયરશ્રી અશોકભાઈ ધોરાજીયાની ઉપસ્થિતિમાં શિક્ષણ વિભાગ, મહેસૂલ વિભાગ, ટ્રાફિક વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ, નવસારી પોલીસ વિભાગના અધિકારીઓ, શાળાના પ્રિન્સિપાલ તથા આસપાસની સોસાયટીના રહેવાસીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી પાર્કિંગને લગતા પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

મેયરશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફના વાહનોનું પાર્કિંગ શાળાના પરિસરની અંદર જ થાય તે માટે જરૂરી આયોજન કરી તાત્કાલિક અસરથી સૂચનાઓનું પાલન કરાવવા જણાવ્યું હતું. દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ શાળાની બહારના જાહેર માર્ગો તથા આસપાસના વિસ્તારોમાં વાહનોનું અનધિકૃત પાર્કિંગ ન થાય તેની ખાસ તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.
વધુમાં, દિવાળી વેકેશન બાદ પણ જો જાહેર માર્ગો પર નિયમ વિરુદ્ધ વાહનો પાર્ક કરવામાં આવશે, તો સંબંધિત નિયમો અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ સાથે સ્થાનિક રહેવાસીઓને પડતી અગવડતા દૂર કરવા તથા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંકલનપૂર્વક કામગીરી કરવા ભાર મૂકવામાં આવ્યો હતો.

આ મુલાકાત દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ગૌરાંગ વસાણી, DEO શ્રી જયેશ કુમાર ચૌધરી નવસારી ટાઉન પોલીસના પી.આઈ. શ્રી, ડેપ્યુટી મામલતદારશ્રી , તથા શાળાના પ્રતિનિધિઓ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનાવવા, વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને નાગરિકોને પડતી અગવડતાઓનું નિરાકરણ લાવવા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે.

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.