આગામી ૩૧ જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અપીલ નવસારીના વાંસદામાં આંગડિયા પેઢીમાં ધોળા દિવસે ₹12.50 લાખની લૂંટ! નવસારીમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ – વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ નવસારીમાં લોકાર્પણ પહેલાં જ 4 કરોડનો સિન્થેટિક ટ્રેક જમીનમાં બેસી ગયો નવસારી જિલ્લાના કારખાના-ફેકટરીના કર્મચારી-મજુરો તથા પોતાના મકાન/ દુકાન/ ઓફિસ ઓદ્યોગિક એકમ ભાડે આપેલાની વિગત પોલીસને આપવી નવસારી ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીરી: ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ. 1.83 લાખના ચોરાયેલા અને ગુમ થયેલા 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

ગણદેવી તાલુકાના મેંધર ખાતે વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ તરફ મહત્વપૂર્ણ પગલું

નવસારી કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ મેંધરમાં મેગા ઓપરેશન સ્થાનિક અરજદારોની માંગને પગલે કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ કામગીરી શરૂ પ્રથમ તબક્કાની બે દિવસીય કામગીરીમાં અંદાજે ૯૦ મીટર જેટલો વોટર વે ખુલ્લો કરવામાં આવ્યો.    

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મેંધર ખાતે વર્ષોથી વરસાદી પાણીના નિકાલની
ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વપૂર્ણ કામગીરી નવસારી જિલ્લા
કલેકટરશ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે. કાંઠા વિભાગ પિયત સહકારી મંડળી-ભાઠા દ્વારા
તા. ૨૫/૦૫/૨૦૨૬ના રોજ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીસમક્ષ રજૂઆત કરવામાં આવતા જિલ્લા કલેક્ટરશ્રી
મનીષ ગુરવાનીએ તાત્કાલિક સંકલિત કાર્યવાહી કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.


જેના અનુસંધાને તા. ૦૩/૦૬ /૨૦૨૬ ના રોજ ઈ.ચા પ્રાંત અધિકારી ચીખલી રોશની પટેલ , મામલતદાર
ગણદેવી, ડી.આઈ.એલ.આર., ફિશરીઝ વિભાગ તથા તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓની સંકલિત
કામગીરી દ્વારા સ્થળ પર સંયુક્ત સર્વે કરી કુદરતી પાણીના વહેણ માર્ગ (વોટર વે)ને પુનઃસ્થાપિત કરવા જરૂરી કામગીરી
હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને જિલ્લા માપણી શાખાના સર્વેયર દ્વારા વોટર વેનું
ડિમાર્કેશન કર્યા બાદ ત્રણ જેસીબી મશીનોની મદદથી અવરોધો દૂર કરી વોટર વે ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં
આવી હતી.


કાર્યવાહીના પ્રથમ તબક્કામાં તા. ૦૪/૦૬ /૨૦૨૬ ના રોજ અંદાજે ૪૫ મીટર જેટલો વોટર વે ખુલ્લો
કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તા.૦૫/૦૬/૨૦૨૬ ના રોજ પણ કામગીરી આગળ વધારી વધુ અંદાજે ૪૫ આમ ૯૦
મીટર વિસ્તાર સુધી વોટર વે ખુલ્લો કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં બાકી રહેલો સમગ્ર વોટર વે તબક્કાવાર
સંપૂર્ણપણે ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મેંધર ગામ તથા આસપાસના કાંઠા વિસ્તારના અનેક ગામોમાં વર્ષોથી વરસાદી પાણીના
નિકાલની સમસ્યા સર્જાતી હતી. મેંધર વિસ્તારમાં આવેલા મોટી સંખ્યામાં મત્સ્ય (જિંગા) તળાવો વચ્ચે પસાર થતો
કુદરતી કાંસ વિવિધ અવરોધોના કારણે અવરોધિત બન્યો હતો, જેના કારણે વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ અસરગ્રસ્ત
બનતો હતો. પરિણામે ચોમાસા દરમિયાન ખેતીની જમીનો, માર્ગો તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની
સમસ્યા ઊભી થતી હતી.
આ કામગીરી પૂર્ણ થતાં મેંધર, ભાઠા, મોરલી, કલમઠા, વાસણ, છાપર સહિતના કાંઠા વિસ્તારના ગામોને
વરસાદી પાણીના નિકાલમાં નોંધપાત્ર રાહત મળશે. સાથે જ કુદરતી જળપ્રવાહ પુનઃસ્થાપિત થવાથી ખેતી, પર્યાવરણ
અને સ્થાનિક જનજીવનને પણ સીધો લાભ મળશે.
નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલી આ સંકલિત અને ઝડપી કામગીરીથી ખેડૂતો, ગ્રામજનો તથા
કાંઠા વિસ્તારના રહેવાસીઓમાં સંતોષ અને ખુશીની લાગણી જોવા મળી રહી છે. ચોમાસા પૂર્વે હાથ ધરાયેલું આ
અભિયાન સમગ્ર વિસ્તાર માટે લાંબા ગાળે લાભદાયી સાબિત થશે.

Leave a Comment

और पढ़ें