આગામી ૩૧ જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અપીલ નવસારીના વાંસદામાં આંગડિયા પેઢીમાં ધોળા દિવસે ₹12.50 લાખની લૂંટ! નવસારીમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ – વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ નવસારીમાં લોકાર્પણ પહેલાં જ 4 કરોડનો સિન્થેટિક ટ્રેક જમીનમાં બેસી ગયો નવસારી જિલ્લાના કારખાના-ફેકટરીના કર્મચારી-મજુરો તથા પોતાના મકાન/ દુકાન/ ઓફિસ ઓદ્યોગિક એકમ ભાડે આપેલાની વિગત પોલીસને આપવી નવસારી ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીરી: ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ. 1.83 લાખના ચોરાયેલા અને ગુમ થયેલા 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

નવસારી કોર્ટનો મહત્વનો ચુકાદો

ગેરકાયદેસર તમંચાના કેસમાં આરોપી પ્રકાશ આવાસીયા નિર્દોષ જાહેર થયો                                                                  વિજલપોર રેવાનગર વિસ્તારમાંથી વર્ષ 2018માં ત્રણ દેશી હાથબનાવટના તમંચા અને જીવતા કારતુસ સાથે પકડાયેલા આરોપી પ્રકાશ ઉર્ફે પ્રિતમ ડુંગરીયા આવાસીયાને નવસારીની એડીશનલ ચીફ જ્યુડિશ્યિલ મેજીસ્ટ્રેટ કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
પોલીસની ફરિયાદ મુજબ, આરોપી ગેરકાયદેસર હથિયારો વેચવા માટે મધ્યપ્રદેશથી લાયસન્સ વગર લાવ્યો હતો.આ કેસમાંઆરોપી તરફેના વિદ્વાન વકીલ શ્રી વાય. ડી. બચ્છાવે (યતિષ ડી. બચ્છાવ) કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપી તદ્દન નિર્દોષ છે. તેની પાસેથી કોઈ હથિયાર કે ગેરકાયદેસર મુદ્દામાલ મળી આવ્યો નથી. પોલીસે બીનવારસી હથિયાર કબજે કરીને આરોપી પર તદ્દન ખોટો કેસ કર્યો છે. આ ઉપરાંત, કેસના સ્વતંત્ર પંચ સાહેદોએ પણ પોલીસની વાર્તાને કોઈ સમર્થન આપ્યું નથી. કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે કેસના મુખ્ય પંચ સાહેદોએ પોલીસની કાર્યવાહીને સમર્થન આપ્યું નથી. તેમજ પોલીસ સાહેદોની જુબાનીઓમાં પંચોને બોલાવવા બાબતે અને વાહનોના ઉપયોગ અંગે ગંભીર વિરોધાભાસ જોવા મળ્યો છે. આ જાહેર અને વસ્તીવાળા વિસ્તારમાં કોઈ સ્વતંત્ર સ્થાનીક સાક્ષી રાખવામાં આવ્યા નહોતા. જેથી કેસ ‘બીયોન્ડ રીઝનેબલ ડાઉટ’ સાબિત ન થતાં, જજ પી. કે. રાઈ (પ્રભાકર કૃષ્ણકાંત રાય) એ આરોપીને આર્મ્સ એક્ટની કલમોમાંથી મુક્ત કરવાનો આખરી હુકમ કર્યો હતો.

 

 

Leave a Comment

और पढ़ें