નવસારી | ફરિયાદીના નામે કોર્પોરેશન બેંકમાં ખાતું ખોલાવી તેમાં આરોપીઓ દ્વારા સહીઓ કરી નાણાંકીય વ્યવહારો કરવાનો તથા ડેરી નો ધંધો ફરિયાદી ની જાણ બહાર ચલાવવાનો આરોપ આરોપીઓ કુલદીપ રમેશ પાટીલ અને શક્તિસિંહ અજીતસિંહ ઝાલાની વિરુદ્ધમાં લગાવી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલ જેમાં આરોપી તરફે વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રતાપસિંહ કે. મહિડા સાથે એડવોકેટ ભૂમિરાજસિંહ મહિડા અને એડવોકેટ વરુણ દવે દ્વારા નામદાર ડિસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રતાપસિંહ કે. મહિડા એ કોર્ટમાં દલીલ કરી હતી કે ફરિયાદી ઉપર આઠ કરોડ સત્તાવન લાખ એકત્રીસ હજાર બસો ત્યાંશી રૂપિયાની ઈનકમ ટેકસની નોટિસ આવવાના કારણે ફરિયાદી દ્વારા સાત વર્ષ મોડી ફરિયાદ આપેલ છે અને હાલના આરોપીઓએ કોઈ નાણાકીય ગેરલાભ મેળવેલ નથી કે તેઓનો છેતરપિંડીનો કોઈ ઈરાદો પ્રથમદર્શનીય રીતે જણાઈ આવતો નથી તથા હાલનો કેસ દસ્તાવેજી પુરાવા આધારિત હોય અને ગુનાની સંપૂર્ણ તપાસ પૂરી થઈ ગઈ હોય અને ચાર્જશીટ નામદાર કોર્ટમાં દાખલ થઈ ગઈ હોય અને આરોપીઓ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ન હોય અને હાલની ટ્રાયલ પૂરી થવામાં ખૂબ લાંબો સમય નિકળી જાય તેમ હોય જેવી દલીલો સાથે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓના આધારે રજૂ કરાયેલી આ દલીલોને ગ્રાહ્ય રાખીને નવસારીના અધિક ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ સાહેબ દ્વારા આરોપીઓનાં શરતી જામીન મંજૂર કરતો હુકમ કરવામાં આવેલ છે.
નવસારી ડેરી કૌભાંડ: ડેરી સંચાલકની ખોટી સહી કરી ડેરી ચલાવવા ના કેસમાં બે આરોપીઓના જામીન મંજૂર કરતી નવસારી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ
- Nagar Varta
- No Comments
-
Post Views: 424








