પોલીસ અધિક્ષક રાહુલ પટેલ અને DYSP એસ.કે. રાયના માર્ગદર્શન હેઠળ નવસારી ટાઉન પોલીસે ટેકનિકલ સોર્સિસની મદદથી મોબાઈલ શોધી કાઢી નાગરિકોના ચહેરા પર ખુશી લાવી




નવસારી: નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલા અને ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢીને તેના મૂળ માલિકોને પરત સોંપવા માટે નવસારી પોલીસ દ્વારા એક વિશેષ અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. આજરોજ તારીખ 29 જૂન 2026ના રોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે “તેરા તુઝકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પોલીસે રિકવર કરેલા વિવિધ કંપનીના કુલ 10 મોબાઈલ ફોન, જેની અંદાજિત કિંમત રૂ. 1,83,500/- થાય છે, તે તમામ મુદામાલ તેના મૂળ માલિકોને સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યો હતો. પોતાના ગુમ થયેલા કિંમતી મોબાઈલ પરત મળતા જ નાગરિકોના ચહેરા પર આનંદની લાગણી જોવા મળી હતી અને તેઓએ નવસારી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર સફળ કામગીરી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.ડી. નકુમ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.આર. ભરવાડ , અ.હે.કો. ઘુઘાભાઈ દીનેશભાઈ, અ.હે.કો. કરમશીભાઇ જીવરાજભાઇ, અ.હે.કો. નિકુલપરી બળદેવપરી,અ.હે.કો. અશોકકુમાર દલજીભાઇ, અ.પો.કો. યુવરાજસિંહ દિલીપસિંહ








