આગામી ૩૧ જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અપીલ નવસારીના વાંસદામાં આંગડિયા પેઢીમાં ધોળા દિવસે ₹12.50 લાખની લૂંટ! નવસારીમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ – વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ નવસારીમાં લોકાર્પણ પહેલાં જ 4 કરોડનો સિન્થેટિક ટ્રેક જમીનમાં બેસી ગયો નવસારી જિલ્લાના કારખાના-ફેકટરીના કર્મચારી-મજુરો તથા પોતાના મકાન/ દુકાન/ ઓફિસ ઓદ્યોગિક એકમ ભાડે આપેલાની વિગત પોલીસને આપવી નવસારી ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીરી: ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ. 1.83 લાખના ચોરાયેલા અને ગુમ થયેલા 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

નવસારીના વાંસદામાં આંગડિયા પેઢીમાં ધોળા દિવસે ₹12.50 લાખની લૂંટ!

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી ધોળા દિવસે એક આંગડિયા પેઢીને નિશાન બનાવીને લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
​વાંસદામાં આવેલી ‘રમેશકુમાર અંબાલાલ’ નામની જાણીતી આંગડિયા પેઢીમાં આ ઘટના બની હતી. ધોળા દિવસે 3 અજાણ્યા શખ્સો પેઢીમાં આવ્યા હતા. આ ગઠિયાઓ સંચાલકને પૈસા ગણવાનું બહાનું આપીને વાતચીતમાં ઉલઝાવ્યા હતા.

​આંગડિયા પેઢીના સંચાલક જ્યારે પૈસાની લેવડ-દેવડ કે ગણતરીમાં વ્યસ્ત હતા, ત્યારે આ 3 ઈસમોએ તકનો લાભ ઉઠાવીને તેમની નજર ચૂકવી દીધી હતી. ગણતરીની મિનિટોમાં જ પેઢીમાં પડેલા સાડા બાર લાખ  રૂપિયાની માતબર રકમ લઈને આ ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સંચાલકને લૂંટની જાણ થઈ ત્યાં સુધીમાં આરોપીઓ ઘટનાસ્થળેથી રફુચક્કર થઈ ગયા હતા.

​લાખો રૂપિયાની લૂંટની ઘટનાની જાણ થતાં જ વાંસદા ટાઉન પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. પોલીસનો કાફલો ગણતરીના સમયમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
​હાલમાં પોલીસે પેઢીના સંચાલકની પૂછપરછ કરી છે અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત, ફરાર થઈ ગયેલા ત્રણેય લૂંટારાઓને પકડી પાડવા માટે વાંસદા તાલુકા અને તેને જોડતા તમામ માર્ગો પર નાકાબંધી કરીને પોલીસ દ્વારા સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

Leave a Comment

और पढ़ें