આગામી ૩૧ જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અપીલ નવસારીના વાંસદામાં આંગડિયા પેઢીમાં ધોળા દિવસે ₹12.50 લાખની લૂંટ! નવસારીમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ – વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ નવસારીમાં લોકાર્પણ પહેલાં જ 4 કરોડનો સિન્થેટિક ટ્રેક જમીનમાં બેસી ગયો નવસારી જિલ્લાના કારખાના-ફેકટરીના કર્મચારી-મજુરો તથા પોતાના મકાન/ દુકાન/ ઓફિસ ઓદ્યોગિક એકમ ભાડે આપેલાની વિગત પોલીસને આપવી નવસારી ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીરી: ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ. 1.83 લાખના ચોરાયેલા અને ગુમ થયેલા 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

આગામી ૩૧ જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અપીલ

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૩૧ જુલાઈના રોજ   નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ આગાહીના અનુસંધાને નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે તેમજ સ્થાનિક તંત્રને આગોતરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.

નવસારી જિલ્લાના ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ નાગરિકોને સાવચેત રહેવા, બિનજરૂરી અવરજવર ટાળવા તેમજ ભારે વરસાદ દરમિયાન જોખમી સ્થળોથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવે છે.

નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓ અને માર્ગદર્શિકાનું કડક પાલન કરવા તથા તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે.કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિમાં સ્થાનિક વહીવટી તંત્ર અને નિયંત્રણ કક્ષાનો તાત્કાલિક સંપર્ક કરવા ખાસ અનુરોધ કરવામાં આવે છે.

Leave a Comment

और पढ़ें