નવસારી | ચીખલી ખાતે ગામના તલાટી કમલેશભાઈ ધરમશીભાઈ દેસાઈને પેઢીનામું બનાવવા અને જમીનમાંથી માટી ખોદકામની મંજૂરી માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવાના બદલામાં ૪૦,૦૦૦/- ની લાંચ માંગવાના આક્ષેપ હેઠળ નવસારી એસીબી પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો નોંધાયો હતો. નામદાર કોર્ટમાં એડવોકેટ પ્રતાપસિંહ કે. મહિડા સાથે શૈલેષ આર મોદી, યોગેશ એસ ચૌધરી, ભાર્ગવ બી ઠાકોર અને કે જે દેસાઈ દ્વારા કોર્ટમાં જામીન અરજી રજૂ કરવામાં આવેલ હતી. જામીન અરજીની સુનાવણીમાં એડવોકેટ પી કે મહિડા દ્વારા ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી કે – કેસની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે, ચાર્જશીટ રજૂ થઈ ગયેલ છે અને હવે આરોપીની વધુ કસ્ટડીની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વિવિધ ટાંકેલ ચુકાદાઓને ધ્યાને રાખીને, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબે આ દલીલો ગ્રાહ્ય રાખીને તલાટીને શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.










