કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

મ્યુનિસિપલ કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય દ્વારા વડાપ્રધાનશ્રીના કાર્યક્રમના રૂટની ફિલ્ડ વિઝીટ તથા ગ્રીડ અંડર બ્રિજ ડેવલોપમેન્ટ કામગીરીની સમીક્ષા કરાઈ

નવસારી મહાનગરપાલિકા કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય દ્વારા આજ રોજ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યક્રમને અનુલક્ષીને હેલિપેડ સ્થળથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીના સમગ્ર રૂટની વ્યવસ્થા અંગે સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન વોટરપ્રૂફ ડોમ, પાર્કિંગ વ્યવસ્થા, રૂટની સ્વચ્છતા, માર્ગ પરના બિનજરૂરી અવરોધો સહિતની વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ફિલ્ડ વિઝીટ દરમિયાન કમલમ મુખ્ય કાર્યાલય તરફના માર્ગ સહિત કાર્યક્રમના રૂટ પર ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા તથા નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે જરૂરી આયોજન અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. સ્થળ પરની વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ થાય અને સમગ્ર રૂટ સુવ્યવસ્થિત રહે તે માટે સંબંધિત અધિકારીઓને કામગીરીમાં જરૂરી સંકલન જાળવી રાખવા તેમજ બાકી રહેલી કામગીરીને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.ત્યારબાદ કમિશનરશ્રી દ્વારા ગ્રીડ ખાતે ચાલી રહેલી અંડરબ્રિજ ડેવલપમેન્ટની કામગીરીનું પણ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને બારડોલીથી નવસારી શહેર તરફ જોડાતા માર્ગને શક્ય તેટલી વહેલી તકે વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી ટ્રાફિકની સમસ્યાઓ હળવી થાય તે દિશામાં ઇજનેર વિભાગને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આગામી આયોજનની તૈયારીઓ અંગે ગ્રીડ સર્કલ પોઇન્ટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિઝિટ દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, સંબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહી કામગીરી અંગે જરૂરી સંકલન કર્યું હતું.

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.