
રૂા-૨,૬૦ લાખ રોકડ લીધા તેના બદલામાં ચેક આપ્યો તે પરત થયો હતો.
મે. નવસારીના ફ. ક. મેજિસ્ટ્રેટ સાહેબે આરોપી કેતનકુમાર છીબાભાઈ પટેલને તકસીરવાર ઠરાવી એક વર્ષની સજા ફટકારેલ છે, અને વળતર તરીકે ૨,૬૦,૦૦૦/- ચૂકવવાનો હુકમ કરેલ છે. ફરિયાદીની ટૂંકી હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ધર્મેશ છગનભાઈ દેસાઈ તેમજ આરોપી કેતનકુમાર છીબાભાઈ પટેલ વચ્ચે મિત્રતાના સંબંધો ચાલી આવેલ હતા. જે સંબંધ ને નાતે ફરિયાદી એ આરોપીને રૂા-૨,૫૨,૦૦૦/- આપેલ હતા. અને જેના બદલામાં આરોપીના એ પોતાની બેન્કનો ચેક લખી આપેલ હતો જે ચેક બાઉન્સ થતાં ફરિયાદીના એ એડવોકેટ શ્રી સુરેશ એલ. વાઘ દ્વારા નોટીસ પાઠવેલ હતી. નોટીસ મોકલવા છતાં આરોપીના એ ફરિયાદીના નાણા ન ચૂકવતા ફરિયાદીના એ તેમના એડવોકેટ સુરેશ એલ. વાઘ મારફતે કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ હતી. કોર્ટ એ એડવોકેટ સુરેશ એલ. વાઘ ની દલીલોને માન્ય રાખી આરોપી કેતનકુમાર છીબાભાઈ પટેલ ને તકસીરવાર ઠરાવી એક વર્ષની સજા ફટકારેલ છે, અને વળતર તરીકે ૨,૬૦,૦૦૦/- ચૂકવવાનો હુકમ કરેલ છે. તેમજ કોર્ટ એ આરોપી વિરુદ્ધ સજાની અમલવારી માટે પકડ વોરંટ ઈશ્યુ કરવાનો હુકમ કરેલ છે.










