કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

નવસારીમાં કૃષ્ણ જન્મોત્સવ

વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનો દ્વારા દહીંહાંડી-મટકીફોડના કાર્યક્રમો યોજાયા, ‘જય કનૈયા લાલ કી’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું શહેર

નવસારી શહેરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની ભક્તિભાવ અને ભારે ઉત્સાહ સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં દહીંહાંડી અને મટકીફોડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જન્માષ્ટમીના પર્વને લઈને શાંતાદેવી વિસ્તારથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા શહેરના ફુવારા, ટાવર સહિતના વિવિધ મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ નવસારી નગરપાલિકા ખાતે પહોંચી હતી. ત્યારબાદ શોભાયાત્રા ફરી શાંતાદેવી ખાતે પહોંચી હતી, જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું.
ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, યુવાનો તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી લોકો જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. યુવાનો દ્વારા દહીંહાંડી અને મટકીફોડના કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો.
આ દરમિયાન ‘જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી’ના જયઘોષથી નવસારી શહેર ગુંજી ઉઠ્યું હતું. જન્માષ્ટમી પર્વને લઈને નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.