નવસારી, તા. 4 સપ્ટેમ્બર 2026:
આગામી 8 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે નવસારી ખાતે નવનિર્મિત ‘નમો કમલમ’ ભાજપ જિલ્લા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન થનાર છે. આ ઐતિહાસિક કાર્યક્રમને લઈને નવસારી ભાજપ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

કાર્યક્રમની તૈયારીઓના ભાગરૂપે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ સાહેબ, વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તથા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, , જિલ્લા ભાજપના પદાધિકારીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન વડાપ્રધાનશ્રીના આગમનને લઈને કાર્યક્રમની વિવિધ વ્યવસ્થાઓ, આયોજન અને તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કાર્યક્રમને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટે સૌ આગેવાનો તથા કાર્યકરો દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે સ્વરોજગારને પ્રોત્સાહન આપવાના હેતુથી ટોકન સ્વરૂપે લાભાર્થીઓને સ્ટેનલેસ સ્ટીલની લારી અર્પણ કરવામાં આવી હતી. જિલ્લામાં ઓળખાયેલા અન્ય લાભાર્થીઓને પણ આગામી દિવસોમાં તબક્કાવાર સ્ટેનલેસ સ્ટીલની લારીઓ આપવામાં આવશે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ લોકોને સ્વરોજગારની તક ઉપલબ્ધ કરાવી આત્મનિર્ભર બનાવવાનો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની ઉપસ્થિતિમાં યોજાનારા ‘નમો કમલમ’ના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને સમગ્ર નવસારી જિલ્લામાં ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.










