કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

મેયરશ્રી અશોકભાઈ ધોરાજીયા તથા મ્યુનિસિપલ કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીના કાર્યક્રમના રૂટની ફિલ્ડ વિઝીટ, જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા.

નવસારી મહાનગરપાલિકાના મેયરશ્રી અશોકભાઈ ધોરાજીયા તથા મ્યુનિસિપલ કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય દ્વારા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી ૮ સપ્ટેમ્બરના નવસારી પ્રવાસને અનુલક્ષીને હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીના સમગ્ર રૂટની વિગતવાર ફિલ્ડ વિઝીટ કરી વિવિધ વ્યવસ્થાઓનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મેયરશ્રી તથા મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધી સમગ્ર રૂટ પર ચાલતા જઈ રૂટની વાસ્તવિક સ્થિતિ, માર્ગની સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, માર્ગ પરના બિનજરૂરી અવરોધો તેમજ અન્ય જરૂરી આનુષંગિક વ્યવસ્થાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને અનુલક્ષીને સમગ્ર રૂટને સ્વચ્છ, સુઘડ અને સુવ્યવસ્થિત રાખવા માટે ચાલી રહેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને રૂટ પરની સ્વચ્છતા, રોડ સાઇડની વ્યવસ્થા, ડિવાઇડર તથા આસપાસના વિસ્તારોની સફાઈ, બિનજરૂરી સામગ્રી અને અવરોધો દૂર કરવા તેમજ જાહેર સ્થળોની યોગ્ય જાળવણી અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત હેલિપેડ તથા કમલમ મુખ્ય કાર્યાલય ખાતેની વ્યવસ્થાઓ, વોટરપ્રૂફ ડોમ, પાર્કિંગ વ્યવસ્થા તથા કાર્યક્રમ સ્થળ સુધીના માર્ગ પર ટ્રાફિકનું સુચારુ સંચાલન થાય તે અંગે પણ સ્થળ પર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન નાગરિકો, મહાનુભાવો તથા મુલાકાતીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તમામ વિભાગો વચ્ચે સુદૃઢ સંકલન જાળવવા સૂચના આપવામાં આવી હતી.

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને અનુરૂપ તમામ વ્યવસ્થાઓ સમયસર અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. બાકી રહેલી કામગીરીને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરી સમગ્ર રૂટને સુંદર, સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

સમગ્ર ફિલ્ડ વિઝીટ દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહી જરૂરી કામગીરી અને સંકલન અંગે માર્ગદર્શન મેળવ્યું હતુ.

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.