મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN)ના ચેરમેન પ્રિન્સ રહીમ આગા ખાન Vએ ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત લીધી

આ મુલાકાત દરમિયાન રાજ્યના સર્વાંગી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તેમજ આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કની વૈશ્વિક વિકાસલક્ષી પહેલો અંગે રાજ્ય સરકાર સાથે ગ્રાસરૂટ લેવલ પર સહયોગની વિવિધ સંભાવનાઓ અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી…

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં મહામહિમ પ્રિન્સ રહીમ આગા ખાન Vનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, એન્ટરપ્રાઇઝ પ્રમોશન તથા વંચિત અને સંવેદનશીલ સમુદાયોના સશક્તિકરણ અંગેની AKDNની પ્રાથમિકતાઓ ગુજરાતની વિકાસ ફિલોસોફી સાથે સુસંગત છે…

રાજ્ય સરકારની મિલેટ, સોલાર એનર્જી અને સહકાર ક્ષેત્રની સફળતાની મુખ્યમંત્રીશ્રીએ વિગતો આપી; રાજ્ય સરકાર સાથે જળ સંરક્ષણ-પ્રાકૃતિક ખેતી, મિલેટ અન્ન, મહિલા સ્વસહાય જૂથોના વિકાસના ક્ષેત્રોમાં તત્પરતા દર્શાવતા પ્રિન્સ રહીમ આગા ખાન…










