નવસારી શહેરમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ગણેશ મંડળો દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ દરમિયાન કુંભારવાડ વિસ્તારમાં આવેલા બાળ ગણેશ યુવક મંડળના ગણપતિ મંડપમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. મંડળ દ્વારા ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બને તે હેતુથી CCTV કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, બાળ ગણેશ યુવક મંડળ કુંભારવાડ દ્વારા છેલ્લા ચાર વર્ષથી સતત ગણપતિ મંડપમાં CCTV કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. મંડળ દ્વારા દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન સુરક્ષાને પ્રાથમિકતા આપી નિયમોનું પાલન કરવામાં આવે છે.

ગણેશ મંડપ અને આસપાસના વિસ્તારમાં થતી અવરજવર પર નજર રાખવા માટે CCTV કેમેરા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને લોકો દર્શન માટે આવતા હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ આવી વ્યવસ્થા ઉપયોગી બની રહે છે.










