નવસારી | ગણદેવીમાં વિઝા અપાવવાના બહાને મોટી રકમ પડાવી લઈ તે રકમ પરત ન કરી છેતરપિંડીના કેસમાં નવસારીના બીજા અધિક સેશન્સ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. આક્ષેપિત તરફે વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રતાપસિંહ કે. મહિડા અને એડવોકેટ ભૂમિરાજસિંહ પી. મહિડા અને એડવોકેટ મોહિની એમ. પાંચાલ દ્વારા નામદાર ડિસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેમાં આક્ષેપિતના એડવોકેટ દ્વારા નામદાર કોર્ટમાં ધારદાર દલીલ કરી હતી કે યુ.કે. ના વર્ક પરમીટ વીઝાનું કામ તેમના મિત્રને આપેલ અને આક્ષેપિતના ખાતામાં જ્યારે જ્યારે જે કોઈ રકમ આવી છે તે રકમ તેમના મિત્રને પરત કરી દીધેલ હોય, તેમના મિત્રએ વિઝા પણ મેળવી આપેલ હોય અને આક્ષેપિત દ્વારા તપાસમાં સંપૂર્ણપણે સાથ સહકાર પણ આપવામાં આવેલ હોય અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના આધારે રજૂ કરાયેલી આ મજબૂત દલીલોને ગ્રાહ્ય રાખીને નવસારીના બીજા અધિક સેશન્સ જજ સાહેબ દ્વારા આક્ષેપિતના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.










