કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

જિલ્લા કલેકટરશ્રી મનીષ ગુરવાનીના નેતૃત્વમાં ચીખલી ખાતે કાયમી દિવ્યાશા વયોશ્રી કેન્દ્ર સ્વીકૃત થયું

જિલ્લા કલેકટરશ્રી મનીષ ગુરવાનીના નેતૃત્વમાં ચીખલી ખાતે કાયમી દિવ્યાશા વયોશ્રી કેન્દ્ર સ્વીકૃત થયું
આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વયોશ્રી કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું
આ કેન્દ્રમાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનો કાયમી ધોરણે ઉપલબ્ધ થશે

નવસારી, સોમવાર: ચીખલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આજરોજ આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે પ્રધાનમંત્રી દિવ્યાશા-વયોશ્રી કેન્દ્ર (PM-DVK)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રમાં હવે જિલ્લાના કોઈપણ દિવ્યાંગજનો તથા વરિષ્ઠ નાગરિકો જરૂરિયાત મુજબના સહાયક સાધનો અને જરૂરી સહાય સરળતાથી કાયમી ધોરણે મેળવી શકશે.
આ કેન્દ્રની સ્થાપના નવસારી જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીના સબળ નેતૃત્વ અને અંગત જહેમતથી શક્ય બની છે. કલેક્ટરશ્રીએ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ તેમજ તેમની સુવિધા માટે ખાસ રસ દાખવી, ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય સ્થાપિત એલીમ્કો કંપની હેઠળ આ કેન્દ્ર કાર્યરત કરાવાયુ છે. કલેકટરશ્રીએ આ કેન્દ્ર વહેલી તકે કાર્યરત થાય તે માટે સતત ફોલોઅપ લઈને અંગત આગ્રહ રાખ્યો હતો, જેથી જરૂરિયાતમંદ નાગરિકોને વિના વિલંબે સહાયક સાધનો અને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે. નોંધનીય છે કે ગુજરાતમાં આ પ્રકારનું નિશુલ્ક કેન્દ્ર અમદાવાદ, ભાવનગર, આણંદ અને ચોથું નવસારી જિલ્લાના આંગણે ચીખલીમાં કાર્યરત કરવામાં આવ્યું છે.
PM-DVK કેન્દ્ર ચીખલી ખાતે દિવ્યાંગજનો તથા વરિષ્ઠ નાગરિકો માટે જરૂરિયાત મુજબના સહાયક સાધનોનું સ્થળ પર જ મૂલ્યાંકન અને નિઃશુલ્ક વિતરણ, કૃત્રિમ અંગ તથા ઓર્થોસિસ ફિટમેન્ટ, શ્રવણશક્તિની તપાસ અને શ્રવણયંત્ર સંબંધિત સેવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પ્રસંગે ચીખલી પ્રાંત અધિકારી શ્રી નિશાંત કુગાશીયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવનાબેન, મામલતદાર શ્રી હિરેનભાઈ, સહીત સંબધિત વિભાગ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.