કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

નવસારી ટાઉનહોલ ખાતે ત્રિ-દિવસીય ‘વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન’નો પ્રારંભ કરાવતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ

નવસારી ટાઉનહોલ ખાતે ત્રિ-દિવસીય ‘વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન’નો પ્રારંભ કરાવતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે: કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ

નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)ના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC), અમદાવાદ દ્વારા આયોજિત ત્રિદિવસીય ‘વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન’ (VSSE)નો શુભારંભ નવસારીના ટાઉનહોલ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલના હસ્તે કરાયો હતો.

આ અવસરે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સક્ષમ અને દૂરદર્શી નેતૃત્વ હેઠળ આજે ભારત સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરીને પૂર્ણપણે આત્મનિર્ભર બની રહ્યું છે.” આ પ્રદર્શન વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વિજ્ઞાન તેમજ અંતરિક્ષ સંશોધન પ્રત્યે રૂચિ અને જિજ્ઞાસા કેળવવાનું એક ઉત્કૃષ્ટ માધ્યમ બનશે. એક્ઝિબિશનમાં ઈસરો દ્વારા હાથ ધરાયેલા વિવિધ સ્પેસ મિશનો, સ્પેસ ઓન વ્હીલ્સ, રોકેટ લોન્ચિંગનું લાઈવ પ્રદર્શન અને વૈજ્ઞાનિકો સાથે સીધો સંવાદ કરવાનો સોનેરી અવસર નવસારીના નાગરિકો અને વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે. તેમણે કહ્યું કે, આવા આયોજનો થકી આપણી નવી પેઢી ઈસરોની સિદ્ધિઓથી પરિચિત થશે અને દેશના ભાવિ વૈજ્ઞાનિકો બનવા માટે પ્રેરણા મેળવશે.


આ ત્રણ દિવસના પ્રદર્શનને અંદાજે ૮ થી ૧૦ હજાર વિદ્યાર્થીઓ નિહાળશે. જિલ્લા વહીવટી તંત્ર એ તમામ શાળાઓના આચાર્યોને તેમની શાળાના વિદ્યાર્થીઓને પ્રદર્શન નિહાળવા માટેનો અનુરોધ કર્યો છે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી રાકેશ દેસાઈ, જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, ભૂરાભાઈ શાહ તેમજ અન્ય તમામ વરિષ્ઠ અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.