આગામી ૩૧ જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અપીલ નવસારીના વાંસદામાં આંગડિયા પેઢીમાં ધોળા દિવસે ₹12.50 લાખની લૂંટ! નવસારીમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ – વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ નવસારીમાં લોકાર્પણ પહેલાં જ 4 કરોડનો સિન્થેટિક ટ્રેક જમીનમાં બેસી ગયો નવસારી જિલ્લાના કારખાના-ફેકટરીના કર્મચારી-મજુરો તથા પોતાના મકાન/ દુકાન/ ઓફિસ ઓદ્યોગિક એકમ ભાડે આપેલાની વિગત પોલીસને આપવી નવસારી ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીરી: ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ. 1.83 લાખના ચોરાયેલા અને ગુમ થયેલા 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

નવસારી રેલવે ફાટક ટ્રાફિક સમસ્યા: પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડવા મહાનગરપાલિકાનો મોટો એક્શન પ્લાન, બનશે નવો ‘વોકવે’

નવસારી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતી કનેક્ટિવિટી તેમજ રેલવે ફાટક પાસે સર્જાતી ટ્રાફિકની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે નવસારી મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે. નાગરિકોની લાંબા સમયની હાલાકીનો અંત લાવવા માટે માનનીય મેયરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ વહેલી સવારે રેલવે ફાટક વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી અને ટ્રાફિક વ્યવસ્થા અંગે વિસ્તૃત સર્વે હાથ ધર્યો હતો.હાલમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચે અવરજવર કરવા માટે વાહનચાલકો અને રાહદારીઓએ પ્રકાશ ટોકીઝ ગરનાળાનો ઉપયોગ કરવો પડે છે. આ રૂટ લાંબો હોવાથી સમય અને ઈંધણ બંનેનો વ્યય થાય છે. ખાસ કરીને વ્યસ્ત સમય દરમિયાન અહીં ભારે ટ્રાફિક જામ સર્જાય છે. સર્વે દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે લાંબા ચકરાવા બચવા માટે કેટલાક વાહનચાલકો અને રાહદારીઓ બંધ રેલવે ફાટક પરથી જોખમી રીતે પસાર થાય છે. ટ્રેનોની સતત અવરજવર વચ્ચે આ પ્રકારે ફાટક ક્રોસ કરવું અત્યંત જોખમી છે અને મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે છે.આ કનેક્ટિવિટીના અભાવે સૌથી વધુ મુશ્કેલી વડીલો અને સિનિયર સિટીઝન્સને પડી રહી છે. હોસ્પિટલ, બેંક કે બજાર જેવા જરૂરી સ્થળોએ જવા માટે તેમને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ સ્થિતિની ગંભીરતાને સમજીને મેયર અને કમિશનર દ્વારા લોકોની સુવિધા માટે  રેલવે ફાટક વિસ્તારમાં રાહદારીઓ કોઈપણ જાતના ભય વિના અને સુરક્ષિત રીતે ચાલીને રેલવે લાઈન ક્રોસ કરી શકે તે માટે    એક આધુનિક ‘વોકવે’ બનાવવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા આ વોકવેનો પ્લાન સંપૂર્ણ તૈયાર કરી દેવાયો છે અને ટૂંક સમયમાં જ તેની કામગીરી શરૂ થશેલાંબા ચકરાવાની સમસ્યામાંથી વચગાળાની રાહત આપવા માટે પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં ટૂંક સમયમાં એક હંગામી બસ સ્ટેશન ઊભું કરવામાં આવશે, જેથી નાગરિકો જાહેર પરિવહન  નો સરળતાથી લાભ લઈ શકે.

Leave a Comment

और पढ़ें