
નવસારી હાઇવે નજીક આવેલા ધારાગીરી ગામમાં એક અત્યંત કરુણ અને કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ઘર ની નજીક બંધ હાલતમાં પડેલી એક કારમાં રમવા ગયેલા બે સગા પિતરાઈ ભાઈઓ શંકાસ્પદ રીતે બેભાન થયેલી હાલતમાં મળી આવ્યા હતાં સ્થાનિકો દ્વારા નજીકની હોસ્પિટલ મા સારવાર માટે ખસેડાયા હતા જ્યાં બંને માસૂમ બાળકોની ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.આ માસૂમ બાળકોના નામ કૈરવ જોગી ઉંમર: 4 વર્ષ
અભિમન્યુ જોગી ઉંમર: 3 વર્ષ છે આ ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસ ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બંને માસૂમ બાળકોના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે બાળકોના મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









