
પર્યાવરણીય સંતુલન અને માછીમારોની આર્થિક સમૃદ્ધિને સાંકળતો અભિનવ પ્રયાસ; દરિયાઈ જીવસૃષ્ટિના અભિન્ન અંગ એવા કાચબાના સંરક્ષણ માટે ગુજરાતના માછીમારો પ્રથમવાર ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’ (TED) અપનાવશે…
મત્સ્યક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલી ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ અંતર્ગત રાજ્યના માછીમારોની ફિશિંગ નેટમાં કુલ ₹20.96 કરોડના ખર્ચે 8,925 માછીમારોને 100% સરકારી સહાય સાથે વિનામૂલ્યે ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’ પૂરાં પાડવામાં આવશે, જે માછીમારી દરમિયાન જાળમાં ફસાયેલા દરિયાઈ કાચબાઓને સુરક્ષિત રીતે બહાર નીકળવામાં મદદરૂપ બનશે: મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
TEDના ઉપયોગથી કાચબાઓને થતું જોખમ ઘટશે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરના જરૂરી સર્ટિફિકેશન્સ મેળવવાનું સરળ બનશે અને અમેરિકા સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં ગુજરાતના ઝીંગાની નિકાસ પુનઃ ધમધમતી થશે, જે રાજ્યના માછીમારો અને સીફૂડ નિકાસકારોની આવકમાં ધરખમ વધારો લાવશે…










