કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

ચીખલી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે-૪૮ પર ROWની નિયંત્રણ રેખા અંતર્ગત ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ

ચીખલી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે-૪૮ પર ROWની નિયંત્રણ રેખા અંતર્ગત ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ :

સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ હાઈ-વે સેફટી ટાસ્ક ફોર્સ દ્વારા કાર્યવાહી

નવસારી : મંગળવાર: માન.સુપ્રીમ કોર્ટ દ્વારા SUO MOTO WRIT PETITION (CIVIL) NO. 09 OF 2025 with W.P. (C) NO. 1100 OF 2025 માં તા. ૧૩/૦૪/૨૦૨૫ના રોજ આપવામાં આવેલા આદેશના અનુસંધાને રાષ્ટ્રીય ધોરીમાર્ગોની Right of Way (ROW) મુજબ નિયંત્રણ રેખાની મર્યાદામાં આવતા ગેરકાયદેસર બાંધકામો, ઢાબા, રેસ્ટોરન્ટ તેમજ અન્ય વાણિજ્યિક પ્રવૃત્તિ કરતા એકમોને દૂર કરવાની કાર્યવાહી કરવા જણાવાયું છે.
જે અન્વયે કલેક્ટર કચેરી, નવસારી દ્વારા તા. ૦૪/૦૬/૨૦૨૬ના રોજ જિલ્લા કક્ષાએ **“હાઈ-વે સેફટી ટાસ્ક ફોર્સ”**ની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેક્ટરશ્રી છે. જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન અને સૂચનાઓ અનુસાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના અધિકારીઓને સાથે રાખી રાષ્ટ્રીય ધોરીમાર્ગોની નિયંત્રણ રેખા અંગે સ્થળ પર ચકાસણી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે ચીખલી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે-૪૮ (NH-48) પર Right of Way (ROW) મુજબ નિયંત્રણ રેખાની મર્યાદાની અંદર આવેલા તમામ પ્રકારના ગેરકાયદેસર કાચા તથા પાકા બાંધકામોને દૂર કરવાની કામગીરી તા. ૦૧/૦૯/૨૦૨૬થી શરૂ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનવ્યવહારની સલામતી, માર્ગની સુગમતા તથા અકસ્માતોના જોખમને ઘટાડવાના હેતુસર નિયંત્રણ રેખાની અંદર આવેલા બિનઅધિકૃત બાંધકામો અને અન્ય દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન સંબંધિત માર્ગદર્શિકા તથા કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવશે.
આથી ચીખલી તાલુકાના તમામ સંબંધિત વેપારીઓ, મિલકતધારકો તથા જાહેર જનતાએ NH-48ની Right of Way (ROW) તથા નિયંત્રણ રેખાની મર્યાદા અંગે નોંધ લઈ, નિયંત્રણ રેખાની અંદર આવેલા ગેરકાયદેસર બાંધકામો/દબાણો અંગે જરૂરી કાર્યવાહી માટે સહકાર આપવા શ્રી એન.ડી. કુગસીયા, નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી, ચીખલી દ્વારા અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.