હવેથી 10 ગુંઠાથી ઓછો ટુકડો પાડી શકાશે નહીં…
ગુજરાત ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા બાબતનો (સુધારા) વિધેયક, 2026 વિધાનસભામાં સર્વાનુમતે પસાર….
આ સુધારા વિધેયકમાં 1948થી અત્યાર સુધી થયેલા તમામ ટુકડા ધારાના ભંગ કોઈપણ પ્રકારના દંડ વિના નિયમબદ્ધ કરવામાં આવશે; રાજ્યના ગ્રામીણ વિસ્તારો માટે એકસમાન 10 ગુંઠા (1012 ચો.મી) લઘુત્તમ ક્ષેત્રફળ નક્કી કરવામાં આવ્યું છે…
આઝાદી પછી પ્રથમવાર ‘ટુકડા ધારા-1947’માં કરાયા વ્યાપક સુધારા; 75 વર્ષ જૂની જટિલતાનો અંત આવશે: મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ










