કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

વિજલપોર વિસ્તારના શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોકથી આશાપુરી મંદિર સુધીના સંપૂર્ણ વ્હાઇટ ટોપિંગ RCC રોડનું ધારાસભ્યશ્રી આર. સી.પટેલના વરદ્ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

વિજલપોર વિસ્તારના શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોકથી આશાપુરી મંદિર સુધીના સંપૂર્ણ વ્હાઇટ ટોપિંગ RCC રોડનું ધારાસભ્યશ્રી આર. સી.પટેલના વરદ્ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું 

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી અને સુવ્યવસ્થિત વિકાસને વધુ વેગ આપવા માટે વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વિજલપોર વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોકથી આશાપુરી મંદિર સુધીના માર્ગને રૂ. ૩.૬૨ કરોડના ખર્ચે સંપૂર્ણ White Topping RCC Road તરીકે વિકસાવવાના મહત્વપૂર્ણ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત આજ રોજ સાંજે ૪:૩૦ કલાકે સંપન્ન કરવામાં આવ્યું હતું.

આ માર્ગનું આધુનિકીકરણ થતાં વિસ્તારના નાગરિકોને વધુ સુવિધાયુક્ત, મજબૂત અને ટકાઉ માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ થશે. શહેરના વધતા ટ્રાફિક અને નાગરિકોની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને આ વિકાસકાર્ય નવસારી મહાનગરપાલિકાના માળખાગત વિકાસમાં મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બનશે.

 

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી આર સી પટેલ ઉપરાંત માનનીય મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા, ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતા શ્રી નરેશ પુરોહિત, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી સુનીલ લાંજેવાર, તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી જે. યુ. વસાવા ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ તથા મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ખાતમુહૂર્ત પ્રસંગે મહાનુભાવોએ વિકાસકાર્ય સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ વિકાસકાર્યથી વિજલપોર વિસ્તાર સહિત આસપાસના નાગરિકોને સરળ, સુરક્ષિત અને સુવિધાયુક્ત પરિવહન વ્યવસ્થા મળશે.

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરી માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવી નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. આ વિકાસકાર્ય પણ “શહેરના વિકાસ માટે એક વધુ મહત્વપૂર્ણ પગલું” સાબિત થશે.

ઇજનેર વિભાગ

નવસારી મહાનગરપાલિકા

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.