ગાંધીનગર ખાતે તા. 15 અને 16 સપ્ટેમ્બર દરમિયાન ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026’નું ભવ્ય આયોજન…

સમગ્ર દક્ષિણ એશિયામાં પ્રથમવાર યોજાનારી આ ફોરમનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા ઉદ્ઘાટન કરાશે; વન, પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ભારતમાં ફિનલેન્ડના રાજદૂત એચ.ઈ. શ્રી મિક્કો કિવિકોસ્કી, સિત્રા (SITRA)ના પ્રમુખ શ્રી એટે જાસ્કેલાઈનન, આર્થિક બાબતો અને આબોહવા મંત્રાલય (નેધરલેન્ડ)ના સર્ક્યુલર ઇકોનોમી નિયામક શ્રીમતી મેરીકે સ્પાઇકરબોઅર તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થશે…
આ ફોરમ સર્ક્યુલર ફાઇનાન્સની સુવિધા અને સર્ક્યુલરિટી માટે નવીનતાને આગળ વધારવા માટે આંતર-ક્ષેત્રીય ભાગીદારી માટેનું એક વૈશ્વિક મંચ બનશે; અંદાજે 65થી વધુ દેશોના 2 હજારથી વધુ હિસ્સેદારો ભાગ લેશે; 125થી વધુ પ્રદર્શનકર્તાઓ આંતરરાષ્ટ્રીય એક્સ્પોમાં સર્ક્યુલરિટી સોલ્યુશન્સનું પ્રદર્શન કરશે…










