કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

નવસારીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર

નવસારીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર

નમો કમલમ ખાતે યોજાયેલી શિબિરમાં ૧૯૦ યુનિટ રક્ત એકત્ર થયું

નવસારી, તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬: દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજે નવસારી ખાતે નમો કમલમમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને નવસારી મહાનગર ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ રક્તદાન શિબિરમાં ભાજપના કાર્યકર્તાઓ, યુવાનો તથા સેવાભાવી નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિર દરમિયાન કુલ ૧૯૦ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, નવસારી મહાનગરના મેયર અશોકભાઈ ધોરાજીયા, ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ સહિત ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રક્તદાન શિબિર ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નમો કમલમ ખાતે કેક કટિંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ કેક કાપીને વડાપ્રધાનશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ જન્મદિવસની ઉજવણીને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડવાના ભાગરૂપે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ભોજન વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં દર્દીઓ અને જરૂરિયાતમંદોને ભોજન આપવામાં આવ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણીને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડીને જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી આ વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને માનવસેવાના આ કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓ તેમજ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમાજના વધુમાં વધુ લોકોને રક્તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રેરણા આપી હતી.

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.