રાજ્યમાં માર્ગ મકાન વિભાગના કામોને ગતિ આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વ પૂર્ણ નિર્ણય…

🔹 ટેન્ડર મંજૂરી પ્રક્રિયા મહત્તમ 51થી 66 દિવસમાં પૂર્ણ કરવા સમયમર્યાદા નિર્ધારિત…
🔹 ટેન્ડરની માન્યતાનો ગાળો 120 દિવસથી ઘટાડીને 90 દિવસ કરવામાં આવ્યો…
🔹 અનિવાર્ય સંજોગો સિવાય વાટાઘાટો ટાળવા સૂચના; જરૂરી જણાય તો માત્ર એક જ સ્તરે એટલે કે સક્ષમ સત્તાધિકારીની કક્ષાએ વાટાઘાટો કરવા આદેશ…
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયોથી રાજ્યમાં રસ્તા, પુલ, સરકારી મકાનો સહિતના પાયાના માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સની ટેન્ડર મંજૂરી પ્રક્રિયા વધુ ઝડપી, સમયબદ્ધ અને પારદર્શક બનશે…










