કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

નવસારી રેલવે સ્ટેશનને બાંદ્રા–જયપુર એક્સપ્રેસનું સ્ટોપેજ

નવસારી રેલવે સ્ટેશનને બાંદ્રા–જયપુર એક્સપ્રેસનું સ્ટોપેજ

કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલજી  અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહની આગેવાનીમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથેની બેઠકમાં કરાયેલી રજૂઆતને સફળતા

નવસારી: નવસારીના રેલવે મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ટ્રેન નંબર 22933/22934 બાંદ્રા–જયપુર એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશને સ્ટોપેજ મળ્યું છે. આ નિર્ણયથી નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના મુસાફરોને મુંબઈ અને રાજસ્થાન તરફની મુસાફરીમાં વધુ સુવિધા મળશે.

નવસારી રેલવે સ્ટેશન પર આ ટ્રેનને સ્ટોપેજ મળે તે માટે નવસારીના સાંસદ તથા કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલજી અને નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહની આગેવાનીમાં પ્રતિનિધિમંડળે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન નવસારીના મુસાફરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બાંદ્રા–જયપુર એક્સપ્રેસને નવસારી ખાતે સ્ટોપેજ આપવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.

રજૂઆતને પગલે હવે નવસારી રેલવે સ્ટેશનને આ મહત્વપૂર્ણ ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે. જેના કારણે નવસારી, ગણદેવી, બિલીમોરા, ચીખલી, જલાલપોર સહિત દક્ષિણ ગુજરાતના આસપાસના વિસ્તારોના મુસાફરોને પણ તેનો લાભ મળશે.

ખાસ કરીને વેપાર, રોજગાર, શિક્ષણ અને અન્ય કામકાજ માટે મુંબઈ તથા રાજસ્થાન તરફ મુસાફરી કરતા લોકો માટે આ સ્ટોપેજ ઉપયોગી બનશે. નવસારી ખાતે વધુ એક મહત્વપૂર્ણ ટ્રેનના સ્ટોપેજથી વિસ્તારની રેલવે કનેક્ટિવિટી પણ વધુ સુદૃઢ બનશે.

આ મહત્વપૂર્ણ રેલવે સુવિધા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી, નવસારીના સાંસદ તથા કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલજી અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.