સુરત વિભાગના આઈજીપી પ્રેમવિર સિંહ, નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ (IPS) તથા ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી.વી. ગોહિલના માર્ગદર્શન હેઠળ ગણદેવી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે.
ગણદેવી પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.આઈ. રાઠોડની સૂચના મુજબ પી.એસ.આઈ. એન.એ. પટેલ તથા ખારેલ આઉટ પોસ્ટના જવાનો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન પી.એસ.આઈ. એન.એ. પટેલ તથા એ.એસ.આઈ. નિલેશભાઈ અરવિંદભાઈને ચોક્કસ સંયુક્ત બાતમી મળી હતી કે, સેલવાસ-વાપી તરફથી એક સફેદ કલરનો ટાટા એસ (છોટા હાથી) ટેમ્પો (નંબર: GJ-15-AV-3410) પાછળ બ્લૂ તાડપત્રી ઢાંકીને વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત-વડોદરા તરફ જઈ રહ્યો છે
બાતમીના આધારે પોલીસે ખારેલ ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટેમ્પો આવતાં તેને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ટેમ્પામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ ૧૧૫૨ નંગ (કિંમત ₹૩,૪૦,૮૦૦/-) નો જથ્થો મળી આવ્યો હતો
નરેન્દ્રસીંગ લાલજી સિંહ પરસ્તે (ઉં.વ. ૨૭, ધંધો- ડ્રાઇવિંગ, હાલ રહે. ગાંધીવાડી, ઉમરગામ, જિ. વલસાડ; મૂળ રહે. મધ્યપ્રદેશ

ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયર: ૧૧૫૨ નંગ કિંમત ₹૩,૪૦,૮૦૦/-
ટાટા એસ ગોલ્ડ ટેમ્પો (GJ-15-AV-3410): કિંમત ₹૨,૫૦,૦૦૦/-
મોબાઇલ ફોન: ૧ નંગ – કિંમત ₹૫,૦૦૦/-
કુલ મુદ્દામાલ: ₹૫,૯૫,૮૦૦/-
વોન્ટેડ આરોપીઓ:
૧. સોનુસીંગ (રહે. વડોદરા – દારૂનો જથ્થો ભરી આપનાર)
૨. કાકા (રહે. વડોદરા – દારૂનો જથ્થો મંગાવનાર)
ગણદેવી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કામગીરીમાં પી.આઈ. એન.આઈ. રાઠોડ, પી.એસ.આઈ. એન.એ. પટેલ, એ.એસ.આઈ. નિલેશભાઈ, હેડ કોન્સ્ટેબલ આશિષભાઈ તેમજ અરવિંદભાઈ સહિતની ટીમે પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી.










