કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

ગણદેવા ટોલનાકા નજીકથી વિદેશી બિયરનો મોટો જથ્થો ઝડપાયો: LCB નવસારીએ ₹12.91 લાખના મુદ્દામાલ સાથે ત્રણને દબોચ્યા, બે વોન્ટેડ


​નવસારી:
જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ તથા નવસારી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલની સૂચના મુજબ LCB પી.આઈ. વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે એક્સપ્રેસ-વે પરથી વિદેશી બિયરના મોટા જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
​મળતી વિગતો અનુસાર, LCB સ્ટાફ પ્રોહિબિશન અને જુગાર સંબંધિત ગુનાઓની રોકથામ માટે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એ.એસ.આઈ. લલીતભાઇ અશોકભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ તાહીરઅલી શાહબુદ્દીનને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગણદેવી તાલુકાના મોજે ગણદેવા ગામ ખાતે એક્સપ્રેસ-વે ટોલનાકાની ઉત્તરે નાકાબંધી ગોઠવવામાં આવી હતી.
​પોલીસે વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી આઇશર ટ્રક (નંબર: GJ 12 CV 5558) ને અટકાવી તપાસ હાથ ધરી હતી. વાહનની તલાશી લેતાં તેમાંથી પાસ-પરમિટ વગરનો ભારતીય બનાવટના વિદેશી દારૂના ટીન બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 1,200 નંગ બિયર ટીન (કિંમત ₹2,76,000), આઇશર ટ્રક (કિંમત ₹10,00,000) તથા 3 નંગ મોબાઇલ ફોન (કિંમત ₹15,000) મળી કુલ ₹12,91,000/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
​પોલીસે ઘટનાસ્થળેથી વાહનના ચાલક મજીદ આદમ સુલેમાન લોદરા (રહે. બીટા, અબડાસા, કચ્છ), ક્લીનર હર્ષદભાઇ દામજીભાઇ મંગેર (ભાનુસાળી) (હાલ રહે. માધાપર, ભુજ; મૂળ રહે. જામનગર) તથા માલ ભરાવનાર રણજીતસિંહ સંગ્રામસિંહ સોઢા (રહે. બીટા, અબડાસા, કચ્છ) ની અટકાયત કરી હતી.
​પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે બિયરનો આ જથ્થો થાણે (મુંબઈ) ખાતે જે.એન.પી. બિયર શોપ ચલાવતા સુનિલકુમારે આપ્યો હતો. તેમજ કચ્છના અબડાસાના જીગર મોહનલાલ વડોરે આ જથ્થો મંગાવ્યો હતો, જે પકડાયેલ વાહનનો માલિક પણ છે. LCB ટીમે આ બંને શખ્સોને વોન્ટેડ જાહેર કરી ગણદેવી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.