આગામી ૩૧ જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અપીલ નવસારીના વાંસદામાં આંગડિયા પેઢીમાં ધોળા દિવસે ₹12.50 લાખની લૂંટ! નવસારીમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ – વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ નવસારીમાં લોકાર્પણ પહેલાં જ 4 કરોડનો સિન્થેટિક ટ્રેક જમીનમાં બેસી ગયો નવસારી જિલ્લાના કારખાના-ફેકટરીના કર્મચારી-મજુરો તથા પોતાના મકાન/ દુકાન/ ઓફિસ ઓદ્યોગિક એકમ ભાડે આપેલાની વિગત પોલીસને આપવી નવસારી ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીરી: ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ. 1.83 લાખના ચોરાયેલા અને ગુમ થયેલા 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

નવસારી LCBની મોટી સફળતા: મુંબઈ અને ગુજરાતમાંથી બાઇક ચોરી કરતો શાતિર મેકેનિક ઝડપાયો

 

નવસારી: ગુજરાત અને મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાંથી માત્ર મિનિટોમાં મોટરસાયકલના સ્ટેરિંગ લોક તોડી, ડાયરેક્ટ વાયરિંગ કરીને બાઇક ચોરી કરનાર ઇસમને પકડી  નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) પર્દાફાશ કર્યો છે. પોલીસે એક રીઢા આરોપીને કુલ ₹૩,૦૭,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી, મુંબઈ અને ગુજરાતના કુલ ૬ જેટલા વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે.
🕵️ બાતમીના આધારે દેવસર ત્રણ રસ્તા પાસેથી દબોચી લીધો
નવસારી જિલ્લામાં વાહન ચોરીના બનાવો અટકાવવા માટે સુરત વિભાગના રેન્જ DIG પ્રેમવીર સિંહ અને નવસારી એસ.પી. રાહુલ પટેલની સૂચનાથી LCB પી.આઈ. વી.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા ASI દિગ્વિજયસિંહ જગતસિંહ અને ASI લલીત અશોકભાઈને સચોટ બાતમી મળી હતી કે, મુંબઈનો એક ઇસમ ચોરીની બાઇક વેચવા માટે બીલીમોરા તરફ આવી રહ્યો છે અને ત્યાંથી વાપી તરફ જવાનો છે.
આ બાતમીના આધારે LCB ટીમે બીલીમોરા દેવસર નજીક ઘકવાડા તરફ જતા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવીને આરોપીને આંતરી લીધો હતો.
👤 કોણ છે પકડાયેલ આરોપી?

નામ: ઈલીયાસ ઉર્ફે દાઉદ ઈસ્માલ મન્સુરી (ઉંમર ૩૪ વર્ષ)
ધંધો: મોટરસાયકલનો સ્પેયર પાર્ટ્સનો મેકેનિક
સરનામું: હાલ રહે. વાપી બલીઠા (સલવાવ), બોમ્બે હોટલના પાર્કિંગમાં, જી. વલસાડ (મૂળ રહે. બાંદ્રા ઈસ્ટ, મુંબઈ).
🛠️ ચોરી કરવાની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી (M.O.)
આરોપી પોતે બાઇક રિપેરિંગનું કામ જાણતો હોવાથી તે મુંબઈ અને ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાંથી ચાવી વગર ડાયરેક્ટ ચાલુ કરીને બાઇક ચોરી કરતો હતો. ચોરી કર્યા બાદ તે બાઇકને વાપી ખાતે આવેલા પોતાના ગેરેજમાં લઈ જતો, જ્યાં તે બાઇકના એન્જિન અને ચેસિસ નંબર ભૂંસી નાખતો હતો. ત્યારબાદ બાઇકના સ્પેરપાર્ટ્સ ખોલીને છૂટક બજારમાં વેચી મારતો હોવાની ચોંકાવનારી કબૂલાત તેણે પોલીસ સમક્ષ કરી છે. તેની પૂછપરછમાં કુલ ૧૧ જેટલી બાઇક ચોરીના ગુનાની કડીઓ મળી છે.


📦 કબજે કરાયેલો મુદ્દામાલ (કુલ કિંમત ₹૩,૦૭,૬૦૦/-):
અલગ-અલગ કંપનીની મોટરસાયકલ (નંગ-૯) – કિંમત ₹૨,૮૦,૦૦૦/-
મોટરસાયકલના ખોલી નાખેલા સ્પેરપાર્ટ્સ – કિંમત ₹૨૦,૦૦૦/-
સ્પેરપાર્ટ્સ ખોલવાના પાના અને સાધનો – કિંમત ₹૫,૦૦૦/-
રોકડા રૂપિયા – ₹૨,૬૦૦/-
પોલીસની પ્રાથમિક તપાસમાં નીચેના ૬ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે:
૧. બીલીમોરા પોલીસ સ્ટેશન (ગુજરાત)
૨. વલસાડ ટાઉન પોલીસ સ્ટેશન (ગુજરાત)
૩. નિર્મલ નગર પોલીસ સ્ટેશન (મુંબઈ)
૪. વી.પી. રોડ પોલીસ સ્ટેશન (મુંબઈ)
૫. અંધેરી પોલીસ સ્ટેશન (મુંબઈ)
૬. નવઘર પોલીસ સ્ટેશન (મુંબઈ)
👏 કામગીરી કરનાર ટીમ:
આ સફળ ઓપરેશન નવસારી LCBના સીનીયર પી.આઈ. વી.જે.જાડેજા, PSI એમ.બી.ગામીત, PSI વાય.જી.ગઢવી, ASI દિગ્વિજયસિંહ, ASI લલીત અશોકભાઈ, HC વિપુલભાઈ, PC મનોજકુમાર અને PC કુલદીપસિંહ સહિતની સમગ્ર LCB ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

Leave a Comment

और पढ़ें