નવસારી: જલાલપોરના સાજન રેસિડેન્સીમાં રહેતા 19 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થી હર્ષ સંજયભાઈ પટેલ ઓનલાઈન સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. ઘરબેઠા ‘લેપટોપ ટાઈપિંગ જોબ’ આપવાના બહાને સાયબર ઠગોએ તેમની પાસેથી કુલ ₹96,018.41 પડાવી લીધા છે.ટેલિગ્રામ પર લિંક મોકલી ઠગોએ વિદ્યાર્થીને જાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ રજિસ્ટ્રેશન ફી, ફાઈલ ચાર્જ, સિક્યોરિટી અને લેટ પેમેન્ટ જેવા અલગ-અલગ બહાના હેઠળ ગૂગલ-પે અને વોટ્સએપ નંબર દ્વારા ટુકડે-ટુકડે ઓનલાઈન પેમેન્ટ કરાવી લીધું હતું.છેતરપિંડીનો અહેસાસ થતાં વિદ્યાર્થીએ ફરિયાદ નોંધાવી છે. જલાલપોર પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 318(4) અને આઈ.ટી. એક્ટની કલમ 66(ડી) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નવસારી લેપટોપ ટાઈપિંગ જોબ ના નામે વિદ્યાર્થી સાથે ₹96 હજારની ઓનલાઈન ઠગાઈ
- Nagar Varta
- No Comments
-
Post Views: 75









