

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની માર્ગ અને મકાન પેટા વિભાગ ની કચેરી દ્વારા વિવિધ માર્ગોની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત સણવલ્લા ટાંકલ રાનકુવા રૂમલા કરંજવેરી રોડ કિ.મી. ૦/૦ થી ૩૮/૪ છે. ચેઈનેજ કિ.મી. ૧૫/૪ થી ૧૫/૬ અને કિ.મી. ૨૩/૨ થી ૨૩/૪ પર મજબૂતીકરણ અને પહોળાઈ ડામર વર્ક પેવર અને ટેન્ડમ રોલરનો ઉપયોગ કરીને ફોરલેનિંગ બીટ્યુમીન રોડ પેવિંગ કામ ધરવામાં આવી છે.આ માર્ગ રાનકુવા, રૂમલાને જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે. રસ્તાની કામગીરી પૂર્ણ થયા બાદ આ માર્ગ પર વાહનવ્યવહાર અત્યંત સરળ બની જશે. વાહનોની અવરજવર દરમિયાન થતી ધૂળ, ખાડાઓ જેવી સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે.ગામો વચ્ચેનું સંચાલન વધુ સુચારૂ બનશે. જે સ્થાનિક વેપાર, શિક્ષણ અને રોજિંદા મુસાફરી માટે વિશેષ લાભદાયી છે. આ માર્ગ દક્ષિણ ગુજરાતના મહત્વપૂર્ણ શહેરો અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે સારો સંપર્ક સ્થાપિત કરશે, જેના પરિણામે મુસાફરીનો સમય ઘટશે અને પરિવહન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આ પ્રોજેક્ટથી ગામોના નાગરિકો, ખેડૂતો, વેપારીઓ, વિધાર્થીઓ અને દૈનિકમુસાફરોને સીધો લાભ મળશે. તેમજઉદ્યોગો અને કૃષિ ઉત્પાદનોના ઝડપી અને સરળ પરિવહનથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે અને સમગ્ર વિસ્તારના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન મળશે.









