નવસારી: ચીખલી પોલીસ દ્વારા પ્રોહિબિશન પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન નેશનલ હાઈવે-48 પર બલવાડા ઓવરબ્રિજના ઉત્તર છેડે મુંબઈથી અમદાવાદ તરફ જતા રોડ પરથી સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કારને ઝડપી પાડવામાં આવી હતી.
પોલીસે કારની તપાસ કરતાં 25 પુંઠાના બોક્સમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને ટીન બિયરનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 1,020 નંગ, આશરે 227.16 લીટર, દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.3,50,640 હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ ઉપરાંત પોલીસે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી હ્યુન્ડાઈ ક્રેટા કાર, બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ.8,61,140નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કાર્યવાહીમાં પોલીસે મીતકુમાર ઉર્ફે મીતલો માહ્યાવંશી અને અક્ષયકુમાર રાઠોડ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા હોવાનું જણાવાયું છે.
કેસમાં અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. નસીરુદ્દીન ઉર્ફે આઝાદ લંગડાનું નામ પણ સામે આવ્યું છે. પોલીસે દારૂનો જથ્થો સેલવાસ ખાતેથી લાવી સપ્લાય કરવાના મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 116(2), 81 અને 98(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. પટેલિયાના માર્ગદર્શન હેઠળ
પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.એન. વાડલે, ચીખલી પોલીસ સ્ટેશન
અ.હે.કો. અલ્પેશભાઈ નવનીતભાઈ
અ.હે.કો. મહેન્દ્રભાઈ નેભાભાઈ
અ.હે.કો. વિજયભાઈ દેવાયતભાઈ
આ.પો.કો. જયપાલસિંહ બળવંતસિંહ
અ.પો.કો. રવિરાજભાઈ નનકુભાઈચીખલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે હાથ ધરી હતી.










