નવસારી: અંબિકા નદીમાં ડ્રોન રેડથી ₹2.25 કરોડની ગેરકાયદે રેતી ચોરી ઝડપાઈ
નવસારી કલેક્ટરશ્રીના માર્ગદર્શન અને ભૂસ્તરશાસ્ત્રી પી.આર. ખાંભલાની સૂચનાથી ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ ખાતાની ટીમે ગણદેવી તાલુકાના બીલીમોરા સ્મશાન ભૂમિ પાછળ અંબિકા નદીપટ્ટમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે.
ટીમે હાથ ધરેલા આકસ્મિક ડ્રોન સર્વેલન્સ દરમિયાન રેતીના બિન-અધિકૃત ખનન અને વહનનો પર્દાફાશ થયો હતો. સ્થળ પરથી 2 યાંત્રિક બાજ અને 11 ટ્રકો મળી કુલ ₹2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ધોલાઈ મરીન પોલીસ સ્ટેશન ખાતે રખાયો છે. કસુરદારો સામે ગુજરાત મિનરલ નિયમો 2017 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.


















