કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

નવસારીને પરિવહનની બેવડી ભેટ: ૭ વર્ષ બાદ વલસાડ-સુરત મેમુ ટ્રેન પુનઃ શરૂ, ૧કરોડ 82 લાખ ખર્ચે બનેલા સિટી બસ પોર્ટનું લોકાર્પણ


નવસારીને પરિવહનની બેવડી ભેટ: ૭ વર્ષ બાદ વલસાડ-સુરત મેમુ ટ્રેન પુનઃ શરૂ, ૧કરોડ 82 લાખ ખર્ચે બનેલા સિટી બસ પોર્ટનું લોકાર્પણ

દક્ષિણ ગુજરાત અને નવસારીના મુસાફરો માટે આજે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક સ્તરે અને રેલવે કનેક્ટિવિટી ક્ષેત્રે શહેરીજનોને પરિવહનની બેવડી ભેટ મળી છે.
મેમુ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી કોરોના કાળથી બંધ પડેલી વલસાડ-સુરત મેમુ ટ્રેનને લોકોની લાંબા સમયની માંગ બાદ પુનઃ શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન દોડતી થતાં સુરત-વલસાડ વચ્ચે રોજેરોજ અપડાઉન કરતા હજારો દૈનિક મુસાફરોને મોટી રાહત મળશે. આ સાથે જ નવસારી રેલવે સ્ટેશનના આધુનિકીકરણની પણ જાહેરાત કરાઈ છે.

નવસારી રેલવે સ્ટેશન નજીક મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના સહયોગથી ૧કરોડ 82 લાખના ખર્ચે તૈયાર થયેલા આધુનિક સિટી બસ પોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
આ સેવા હેઠળ ૨૦ જેટલી મિની સિટી બસો આસપાસના ૧૫ કિમી વિસ્તારમાં રાહતદરે સેવા આપશે. બસ પોર્ટ ખાતે મુસાફરો માટે વેઇટિંગ એરિયા સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે.

આ દરમિયાન સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાનું પણ સન્માનભેર પુનઃ સ્થાપન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને ધારાસભ્ય રાકેશ દેસાઈની ઉપસ્થિતિમાં આ વિકાસ કાર્યોનું લોકાર્પણ સંપન્ન થયું હતું.

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.