નવસારી સેશન્સ કોર્ટે આરોપીના જામીન રદ કરવાની રાજ્ય સરકારની અરજી ફગાવી
નવસારીના એડિશનલ સેશન્સ જજ સાહેબની કોર્ટે વિજલપોર પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળના ગુનામાં આરોપી વાસુદેવ ઈશ્વર પાટીલના જામીન રદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી અરજી રદ કરવાનો મહત્વનો હુકમ કર્યો છે.
કેસની ટૂંક વિગત: સદર કામના આરોપી વાસુદેવ ઈશ્વર પાટીલના વિરુદ્ધ વિજલપોર પોલીસ સ્ટેશનમાં , ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટનિસઝ એક્ટ (NDPS) મુજબનો ગુનો નોંધાયેલ હતો. સદર ગુનાના કામે આરોપી દ્વારા રેગ્યુલર જામીન મેળવવા માટેની અરજી મે. ત્રીજા અધિક ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રી, નવસારીની કોર્ટમાં અરજી કરેલ . જે અરજી નામદાર કોર્ટ દ્વારા તા.૦૨/૦૪/૨૦૨૬ નાં રોજ શરતોને આધીન આરોપીને જામીન મુક્ત કરવામાં આવેલ હતા પરંતુ નામદાર કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ શરતો પૈકી શરત નં.૨(ઈ) “The applicant shall not involve himself in similar type of another offence.” નો ભંગ કરવામાં આવેલ છે. સદર આરોપી દ્વારા ગુનાહિત કૃત્ય કરવામાં આવેલ છે અને આરોપી વિરુદ્ધ વિજલપોર પોલીસ સ્ટેશનમાં નવો ગુનો નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સિઝ એક્ટ હેઠડ તા.૧૧/૦૬/૨૦૨૬ નાં રોજ નોંધાયેલ છે અને સદર ગુનાની હકીકત જોતા આરોપીના કબ્જા ભોગવટાવાળા મકાનના કીચનમાં મુકેલ ફ્રીઝનાં પોકેટમાં વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો મળી આવેલ હતો, જે જોતા આરોપી , ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખવા ટેવાયેલ હોય તેવું જણાઈ આવેલ . જેથી સરકાર તરફે આરોપી ના જામીન અરજીના હુકમમાં ફરમાવેલ શરતોનો આરોપી દ્વારા ભંગ કરેલ હોય જેથી આરોપીની બેલ કેન્સલેશન અરજી દાખલ કરેલ હતી.
આરોપી તરફે એડવોકેટ શ્રી એસ. એલ. વાઘ એ ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે માત્ર બીજી FIR નોંધાવવાના આધારે જામીન આપોઆપ રદ થઈ શકતા નથી. આરોપીને બીજા કેસમાં ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે. અને તેમાં પણ નામદાર કોર્ટે જામીન આપેલા છે. માત્ર ગુનો દાખલ થવાથી જામીન રદ કરવા માટે મજબૂત અને સ્પષ્ટ કારણો હોવા જરૂરી છે. માત્ર નવી FIR નોંધાવવાથી જામીન આપોઆપ રદ થતા નથી. આરોપીએ પુરાવા સાથે ચેડા કર્યા હોય કે સાક્ષીઓને ધમકાવ્યા હોય તેવું સરકારી પક્ષ સાબિત કરી શક્યું નથી. અને આરોપીના એડવોકેટ શ્રી એસ. એલ. વાઘ એ નામદાર ગુજરાત હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ ના ચુકાદા ઓ રજૂ કરેલ હતા, તે ચુકાદા ઓને નામદાર કોર્ટ એ ધ્યાને લઈ રાજ્ય સરકારની આરોપી વાસુદેવ ઈશ્વર પાટીલના જામીન રદ કરવાની અરજી રદ (Reject) કરવાનો હુકમ કરેલ છે.









