નવસારી શહેરના શાંતાદેવી રોડ પર આવેલા એક મકાનનો સ્લેબ અચાનક ધસી પડતાં એક આધેડનું સ્લેબ ની નીચે દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને ની વાત કરવામાં આવે તો મૃતક ધર્મેશભાઈ એકલવાયું જીવન જીવતા હતા જેને લઈને એમના મૃત્યુની માહિતી આજુબાજુ વાળાને પણ મોડેથી મળી હતી 
નવસારીના શાંતાદેવી રોડ પાસે, હિમાલય એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા ‘ગોકુલ નિવાસ માં આ ગંભીર ઘટના બનવા પામી હતી 
ગઈકાલે રાત્રિના સમયે ધર્મેશભાઈ નામના આધેડ પોતાના ઘરમાં સૂતા હતા, તે દરમિયાન અચાનક જર્જરિત મકાનનો સ્લેબ ધસી પડ્યો હતો. સ્લેબ તૂટી પડતાં જ ધર્મેશભાઈ નીચે દબાઈ ગયા હતા. રાત્રિના સમયે બનેલી આ ઘટના અંગે શરૂઆતમાં કોઈને ખ્યાલ આવ્યો ન હતો. જો કે, આજે સવારે આશરે ૧૦ વાગ્યાની આસપાસ જ્યારે આ અંગે તપાસ કરવામાં આવી, ત્યારે ધર્મેશભાઈ મકાનના પડેલા સ્લેબ ની નીચેથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક આગેવાનો અને આજુબાજુના ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દુર્ઘટના અંગે તુરંત જ સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો, એમ્બ્યુલન્સ અને અંતિમ વાહિની તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતક ના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે હાલ સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









